Crime

ગોવાથી ગુજરાતમાં ઘુસાડવાતા પહેલાં ભરૂચ એલસીબીએ નબીપુરની વિરામ હોટલના પાર્કિંગમાંથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

ભરૂચ એલસીબીએ બાતમીના આધારે ભરૂચ નેશનલ હાઇવે ઉપર નબીપુરની વિરામ હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ચાલકને ૩૭.૫૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો

ભરૂચ એલસીબીનો સ્ટાફ પ્રોહીબીશન કેસો શોધી કાઢવા માટે ભરૂચ હાઇવે ઉપર પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટને બાતમી મળી હતી કે ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે ઉપર નબીપુર ઓવર બ્રિજની આગળ આવેલ વિરામ હોટલના પાર્કિંગમાં એક બંધ બોડીનું કન્ટેનર નંબર-આર.જે.૪૭.સી.૨૦૭૫ ઉભેલ છે જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

પોલીસે શીલબંધ કન્ટેનરમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૭૫૧૨ બોટલ મળી આવી હતી પોલીસે ત્યાં હાજર ચાલકની પુછપરછ કરતા તે રાજેસ્થાનના અજમેરના રાણાતા ગામનો તેજારામ કીશનારામ મેધવાલ હોવાનું જણાવ્યું હતું અને આ વિદેશી દારૂનો જથ્થો ગોવાથી મનોજ નામના ઇસમેં ભરી આપી ગુજરાતમાં ખાલી કરવાનું જણાવ્યું હતું પોલીસે ૨૨.૫૩ લાખનો દારૂ અને ૧૫ લાખનું કન્ટેનર મળી કુલ ૩૭.૫૬ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *