Latest

સંભવિત બિપરજોય વાવાઝોડા અંગેની તૈયારીની સમીક્ષા માટે પ્રભારીમંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

સંભવિત વાવાઝોડા અંગે બચાવની તૈયારીની સમીક્ષા માટે ભાવનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લાના અધિકારીઓની કલેકટર કચેરી, આયોજન હોલ ખાતે બેઠક યોજવામાં આવી હતી.

જિલ્લામાં લેવાયેલ સાવચેતીના પગલા અંગેનો ચિતાર આપતા જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે સંભવિત વાવાઝોડા તથા ભારે વરસાદને કારણે ઉદભવી શકે તેવી વિષમ પરિસ્થિતિની શકયતાઓ ધ્યાનમાં રાખીને ભાવનગર જિલ્લામાં સાવચેતી માટેના જરુરી અને યોગ્ય પગલાં લેવા તથા તે માટે જરુરી પૂર્વ આયોજન જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયાકાંઠાના નજીકના તાલુકાઓમાં આવેલ હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે.

આ ઉપરાંત સલામત આશ્રયસ્થાનોની ઓળખ કરી લેવામાં આવી છે તેમજ નીચાણવાળા વિસ્તારો અને સંભવિત વિસ્તારોમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જરુરિયાતનાં કિસ્સામાં લોકોને સલામત સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરવી તે વ્યવસ્થા અંગે જણાવ્યું હતું.

દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોની અવાર જવર માટે પ્રતિબંધ ફરમાવી દેતું જાહેરનામું બહાર પડી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ૨૪*૭ કાર્યરત રહેશે. અનાજ, પાણી, દવાઓ, ઇંધણ તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઉપલબ્ધ રહેશે.

તાકીદની પરિસ્થિતિમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો, રોડ વગેરે આવશ્યક સેવાઓ ઓછામાં ઓછી ખોરવાઈ તેમજ ઝડપથી મેઇનટેનન્સ તથા પુન: સ્થાપન માટે ટીમો તૈયાર રાખવામાં આવશે.

પશુઓની સલામતી માટે નજીકની ગૌશાળા/પાંજરાપોળ વગેરે વ્યવસ્થા સુનિશ્ચિત કરવા. હોસ્પિટલમાં જરુરી દવાઓ, મેડીકલ/પેરા મેડીકલ સ્ટાફની ઉપલબ્ધિ અંગેનું આયોજન કરવું. સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

બેઠકમાં સાંસદ શ્રીમતિ ભરતીબેન શિયાળ, ધારાસભ્ય શ્રીમતિ સેજલબેન પંડયા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, મેયરશ્રી કીર્તિબાળા દાણીધારીયા, શ્રી આર. સી. મકવાણા, શ્રી અભયભાઈ ચૌહાણ, મ્યુનિસીપલ કમિશનર શ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો. રવીન્દ્ર પટેલ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જિલોવા, નિવાસી અધિક કલેકટરશ્રી બી. જે. પટેલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી શ્રીમતી જયશ્રીબેન ઝરૂ, સહિત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *