નાગેશ્રી પોલીસ સ્ટેશન ના ટીંબી ગામના ગુનામાં આરોપી ને આજીવન કારાવાસની સજા
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે 2020 નાં સાલમાં બનેલ હત્યા ના બનાવમાં રાજુલા સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી આજીવન જેલ અને રૂ. 25 હજાર દંડ ની સજા ફટકારી
ઉપરોક્ત કેસમાં તત્કાલીન નાગેશ્રી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ શ્રી બી. જી. વાળા દ્વારા તટસ્થ અને જીણવટ ભરી તપાસ કરી પુરાવાઓ રજૂ કરી ચાર્જશીટ દાખલ કરેલ જે બાદ જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી એમ શિયાળે કોર્ટ માં ધારદાર રજૂઆત કરતા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ શ્રી એસ એમ સોની દ્વારા આરોપી સંજયભાઈ રાજુભાઈ બાંભણિયા ને કસૂરવાર ઠેરવી આજીવન કેદ ની સજા ફટકારી છે
આરોપી અને તેના ભાઈએ 2020 ની સાલમાં રામભાઈ બચુભાઈ અજાણા ગામ ટીંબી નાઓ ની નજીવી બાબતમાં તકરાર થતાં હત્યા કરી નાખી હતી. હત્યા ના ગુન્હામાં ભારતીય દંડ સંહિતા મુજબ 302 નાં કેસમાં કસૂરવાર ઠેરવી અદાલત દ્વારા આજીવન જેલ તથા 25 હજાર નો દંડ ફટકારી દંડની રકમમાંથી 20 હજાર રૂપિયા ફરીયાદી ને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો છે
ઉપરોક્ત કેસમાં ફરિયાદી ને ન્યાય મળતાં પોલીસ અને ન્યાયતંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ