(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : નહેરુ યુવા કેન્દ્ર બર્ક ફાઉન્ડેશન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના અંતરિયાળ એવા જુનારાજ ગામની પ્રાથમિક શાળામાં ગામના યુવાનો અને આગેવાનો ની હાજરી માં શાળાના બાળકોને યોગ વિશેની માહિતી આપી યોગના આસન કરાવવામાં આવ્યા હતા.
આ કાર્યકમ ગામના સરપંચ, શાળાના પ્રિન્સિપાલ સહિત ગામના આગેવાનો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે નહેરુ યુવા કેન્દ્ર માંથી વિઠ્ઠલ ધાયડે, ચંદ્રકાંતભાઇ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં હોદ્દેદારો,બર્ક ફાઉન્ડેશન માંથી જ્યોર્જ બર્ક માયાબેન, મધુબાલા બેન, મોઈન રાજ તથા બાળકો મળી વિશ્વ યોગ દિવસની ખુબ સારી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં લગભગ 300 બાળકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.