અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ અગિયારસથી નાની બાળાઓ માટે ગૌરી વ્રતનો પ્રારંભ તથા મોટી કન્યાઓ માટે જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થયો. આ વ્રત ૦૫, ૦૭ અને ૧૦ વર્ષ સુધી કન્યાઓ દ્વારા કરવામાં આવે છે. વ્રત દરમ્યાન પાંચ દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગતા નથી. વહેલી સવારે ભગવાન શિવ-પાર્વતીની પૂજા, અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળ ની કામના કરે છે.
નેત્રંગ પાસે આવેલ ગોદીંયા ગામની વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને સમાજ ના સેવાભાવી બહેન-ભાઈઓ દ્વારા ફળાહાર, સુકોમેવો, વેફર, કોપરા ના લાડુ, મિઠાઈઓ, ચોકલેટ, બિસ્કીટ, મહેંદી ના કોન, લિપસ્ટિક, નેઈલ પાલિશ, નેકલેસ, કપડાં, રમકડાં વગેરે આપવામાં આવ્યા. જ્યારે વિધવા બહેનો અને બાળકોને નાસ્તો, ફળફળાદિ, સાડિઓ, કપડાં, રમકડાં સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને ભણતર માટે ચોપડાં વગેરે ચીજવસ્તુઓ આપવામાં આવી.
જેમનાં લગ્ન થવાના બાકી છે તે ૦૬ દિકરીઓને ચોલી, સાડિઓ, સેટ તથા મેકઅપ કિટ આપવામાં આવી. સંસ્કૃતિ ટ્રસ્ટ ના પ્રોજેક્ટ ચેરમેન અંજલિબેન ડોગરા દ્વારા આ સમગ્ર આયોજનમાં સહયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા ઉપપ્રમુખ સવિતાબેન રાણા, રાનીબેન છાબરા, ઉર્વીબેન, મહેશભાઈ, મિનાક્ષીબેન, કલ્પનાબેન, અંશુબેન, અરુણાબેન, જયાબેન, રંજનાબેન, વંદનાબેન, વર્ષાબેન, નયનાબેન એ હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દાન-દાતાઓનો આભાર માન્યો હતો. આ કામની વ્યવસ્થા માટે ગોદિંયા સ્કૂલ નાં પ્રિન્સીપાલ શ્રી ગજેન્દ્રસિંહ રણા અને ગામના રાજેશભાઈ વસાવા એ સહયોગ કર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.