Latest

સુરતની ગાંધી સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજમાં ૧૮૦ બેઠકોનો વધારો

આત્મનિર્ભર  ભારતની સફરમાં સહભાગી બનવા અને આવનાર વર્ષોમાં જરૂરી એવી ઈમર્જીંગ ટેકનોલોજી માટે જરૂરી માનવબળ ઉપલબ્ધ કરાવવા તેમજ વિદ્યાર્થીઓને  પૂરતા પ્રમાણમાં વ્યાવસાયિક તકો ઉપલબ્ધ થાય અને બદલાતી જતી ટેકનોલોજી ને ધ્યાને લઈ રાજ્યના ઉદ્યોગો માટે આવશ્યક કૌશલ્ય તેમજ ભારત સરકારની મેક ઈન ઈન્ડિયા માટે ની નીતિને ધ્યાને લઈ ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી સંસ્થાઓમાં અભ્યાસક્રમોમાં વિવિધ ફેરફાર જેમ કે નવા અભ્યાસક્રમો શરૂ કરવા / બેઠકોમાં વધારો / શિફ્ટ કે સ્થગિત  કરવાનું નક્કી કરેલ.

સમયની માંગ તેમજ રાજ્યના દરેક વિસ્તારના વિદ્યાર્થીઓને ICT, Computer અને IT જેવી ઈમર્જીંગ ટેકનોલોજીની વીદ્યાશાખાઓમાં અભ્યાસ કરવા બેઠકો ઉપલબ્ધ થઈ શકે તે રાજય સરકારનો મુખ્ય હેતુ છે. આ માટે વિદ્યાર્થીઓના વ્યાપક હિતને ધ્યાને રાખી સુરત ની ડૉ. એસ. & એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ ખાતે કોમ્પ્યુટર વિદ્યાશાખા માં 60 નવી બેઠકો ની મંજુરી તથા મિકેનિકલ વિદ્યાશાખા માં 60 બેઠકોના વધારા સાથે કુલ 120 બેઠકો અને ઇ. સી. વિદ્યાશાખા માં પણ 60 બેઠકોના વધારા સાથે કુલ 120 બેઠકો કરવાનો સરકારશ્રી દ્વારા આથી નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉપરોક્ત બેઠકોના વધારાથી સુરત શહેર તથા દક્ષિણ ગુજરાત ના ગરીબ તેમજ મધ્યમ વર્ગ ના તેજસ્વી વિદ્યાર્થીઓ ડૉ. એસ. & એસ. ગાંધી સરકારી ઇજનેરી કોલેજ, સુરત ના માધ્યમથી ડિગ્રી મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવશે. ઉક્ત ફેરફાર થયેલ બેઠકોને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓએ જે-તે અભ્યાસક્રમોની ચોઈસ ફિલિંગ માં  ફેરફાર કરવો અત્યતં જરૂરી છે. પ્રથમ રાઉન્ડ ની બેઠકો ની ફાળવણી ઉપરોક્ત સુધારા વધારાને ધ્યાને રાખી ને કરવામાં આવશે. આ બેઠકોમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતનાં વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

બુલેટ ટ્રેન નિર્માણ સ્થળો ખાતે 100 નુક્કડ નાટકો દ્વારા 13,000 થી વધુ કામદારો માટે સલામતી જાગૃતિ અભિયાનનું આયોજન

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામના સ્થળોએ…

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્સ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેતા રાજ્યના મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર્સ…

વિહિપ દ્વારા ઉ.ગુજ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ભવ્ય સામૈયું કરાયું..

એબીએનએસ પાટણ: સામાજિક સમરસતા યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા…

પાટણ : જિલ્લા વિકાસ અધિકારીએ રાધનપુર તાલુકાના કામલપુર(ધ) ગામે પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત કરી

એબીએનએસ પાટણ: પાટણ જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિએ આજરોજ રાધનપુર તાલુકાના…

પંચમહાલ જિલ્લાના ગોલ્લાવ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમા નવીન રસ્તાઓનું ખાત મુહુર્ત કરવામા આવ્યું

એબીએનએસ, ગોધરા પંચમહાલ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મિરપ, દહિકોટ, અને તળાવ…

1 of 567

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *