ત્રણ ઈસમો પૈકી બે ઝડપાડા,એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો બોલેરો ગાડીમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પદૉફાશ
પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ-નર્મદા અને સુરત જીલ્લા સહિત દ.ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી માટે નેત્રંગ એપીસેન્ટર ગણાય છે.છાશવારે વિદેશી દારૂ ઘુષણખોરી અને દારૂ પકડાવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે.
ભરૂચ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટ,પીએસઆઇ આર.કે ટોરાણી અને પો.કર્મીને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે સીલ્વર કલરની મહેન્દ્રા બોલેરો ગાડી નંબર : જીજે-૦૫-આરટી-૬૨૮૭ માં બે ઇસમો વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરીને નેત્રંગ તરફ આવે છે
તેવી બાતમી મળતા નેત્રંગ તાલુકાના થવા ગામે ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરીને સઘન વાહનચેકિંગ હાથ ઘરતા બોલેરો ગાડીની તપાસ કરતાં વિદેશી દારૂની બોટલ નંગ : ૪૯૪ જેની કિંમત ૬૫,૩૧૫ નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જ્યારે દારૂની હેરાફેરી કરનાર યક્ષય રણજીત પટેલ (રહે.કોટલાવગામ જી.વલસાડ) અને ચેતન પ્રવીણ પટેલને (રહે.પારડી જી.વરસાડ) પકડી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.જ્યારે તેજસને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.