અસહ્ય વરસાદ પડવાથી નદી પરના પુલ પરથી ખુબજ પાણી વહેતુ હોવાથી એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોંચી ના ચકવાથી સગર્ભા મહિલાને ટ્રેકટર પર લાવી અને એમ્બ્યુલન્સ પહોંચાડેલ.
ગીર સોમનાથ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા આજરોજ બપોરના ૧૨ વાગ્યે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ખત્રીવાડા ગામે એક સગર્ભા મહિલા તેજલ બેન પ્રતાપભાઈ રાઠોડ ને પ્રસુતિનો દુખાવો થતા ૧૦૮ એમ્બ્યુલન્સ ને ફોન કરેલો
ફરજ પરના હાજર કર્મચારી ઇએમટી કલ્પેશભાઈ પટેલ અને પાયલોટ ભરતભાઈ બાંભણીયા ઘટના સ્થળે પહોંચેલા અને તે મહિલા ને અચાનક પ્રસુતિનો દુખાવો વધુ ઉપડવાથી વરસાદના કારણે પોલીસ દ્વારા અને ૧૦૮ ની ટીમ દ્વારા તેમને સલામત રીતે ઉના સીએચસી હોસ્પિટલે લઈ જવામાં આવે આમ તે મહિલા ને સહી સલામત રીતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
દર્દીના સગા સંબંધીએ ૧૦૮ નો આભાર માન્યો હતો જિલ્લા અધિકારી મહેન્દ્ર ચૌહાણ અને દીપક ધ્રાણા દ્વારા સારી કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ