બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં રહેતા 27 વર્ષીય માનસિક અસ્વસ્થ યુવકનો જીવ બોટાદ જિલ્લા પોલીસે બચાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી યુવક માનસિક રોગની દવા લઈ રહ્યો હતો.
દવા બંધ કરતા યુવકની માનસિક સ્થિતિ અચાનક લથડી હતી અને તેને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. યુવકે ગાંધીનગર કાઉન્સિલિંગ સેન્ટરમાં, બોટાદ પોલીસ સાથે તેમજ ગઢડાના ટી.ડી.ઓશ્રી બીપીનભાઈ પરમારનો સંપર્ક કરતા તેમણે યુવકના માતા-પિતાનો સંપર્ક સાધ્યો હતો.
પોલીસ દ્વારા યુવકને સાચી સમજ અને માર્ગદર્શન અપાયા બાદ તેણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો. આમ, ગઢડા પોલીસ અને ગઢડાના ટીડીઓશ્રીની સૂઝબૂઝથી યુવકનો જીવ બચ્યો હતો.
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ