જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા સ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગ વેરાવળ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર નાઓએ ટ્રાફિક નિયમન ની કામગીરી તથા વેરાવળ શહેર ની જનતાને ટ્રાફિક ના નિયમો અંગે જાગૃત કરવા સારૂ સુચનાઓ આપેલ હોય.
જે અનુસંધાને આજરોજ તા .૦૬/ ૦૭/ ૨૦૨૩ ના કલાક -૧૭/ ૦૦ થી કલાક -૨૦/ ૦૦ વાગ્યા સુધી જિલ્લા એલ.આઇ.બી પોલીસ ઇન્સપેકટરશ્રી આર.એન.જાડેજા નાઓના માર્ગદર્શન તથા સુચના હેઠળ વેરાવળ શહેરના અલગ અલગ ટ્રાફિક સમસ્યા વાળા વિસ્તારમાં વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ આર.એચ.સુવા અને એ.કે.ખુમાણ તથા મહિલા પોલીસ સ્ટાફ તથા ટી.આર.બી મહિલા દ્વારા ટ્રાફિકનું નિયમન કરવામાં આવેલ છે
તેમજ રાહદારીઓને ટ્રાફિક નિયમન અંગે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવુ, રાહદારીઓ તથા કોઈ જાન માલ ને નુકશાન ન થાય, ટ્રાફિક નિયમો નુ પાલન કરવુ, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોન નો ઉપયોગ ટાળવો, હેલ્મેટ તથા શીટ બેલ્ટ નુ મહત્વ તથા તેનો ઉપયોગ કરવો, વાહનના આધાર પુરાવાઓ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ સાથે રાખવા, ટ્રાફિક જામ અને અકસ્માત વખતે જરૂરી મદદરૂપ થવા જેવી બાબતોમાં જાગૃતતા લાવવા અંગેની કામગીરી કરી મહિલા સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.
સદરહુ ટ્રાફિક સબંધિત સમગ્ર કામગીરી માત્ર મહીલા પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ દ્રારા સુચારૂ રીતે હાથ ધરી નારી શકિતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડવામાં આવેલ છે.
રિપોટ આહીર કાળુભાઇ દીવ