મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર વેરાવળ વિભાગનાઓ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના કરેલ હોય જે અંગે ઉના પી.આઈ.શ્રી.એન.કે.ગોસ્વામી નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડ પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી જુગારના ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય
જે સુચના મુજબ આજરોજ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈ સી.બી.જાડેજા તથા એ.એસ.આઇ પ્રદિપસિંહ હરિસિંહ રાયજાદા તથા પો.કોન્સ.કૌશિકસિંહ અરશીભાઇ વાળા તથા કનુભાઇ નાજાભાઇ વાઢેર તથા વિજયભાઇ હાજાભાઇ રામ તથા ધર્મેન્દ્રસિંહ હરાજભાઇ તથા રાહુલભાઈ નારણભાઈ છેલાણા એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.કોન્સ વિજયભાઇ હાજાભાઇ તથા ધર્મેન્દ્રસિહ હરાજભાઇ નાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ખાણ ગામે મયુર હેર સલુનની આગળ જાહેરમા ગંજીપતાના પૈસા પાના વડે તીનપતી.નામનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.
તેવી હકિકત આધારે રેઇડ કરતા (૧) માનસિંગભાઇ ઉકાભાઇ શિયાળ ઉ.વ .૪૭ ધંધો મજુરી.રહે, ખાણ તા, ઉના જી, ગીર સોમનાથ તથા (૨) શૈલેષભાઇ ભીખુભાઇ બાંભણીયાઉ .૨૬ ધંધો મજુરી રહે, ખાણ તા, ઉના જી, ગીર સોમનાથ તથા (૩) રમેશભાઇ ઉકાભાઇ શિયાળ ઉં.વ .૩૦ ધંધો-મજુરી રહે, ખાણ તા, ઉના જી, ગીર સોમનાથ વાળાઓને જુગારના સાહીત્ય તથા રોકડ.રૂપિયા, ૧૪,૪૬૦/-ના જુગારના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ અંગેની સફળ રેઈડ કરવામાં આવેલ છે.અને તે અંગે ઉના પો.સ્ટે.માં ગુ.ર.નં .૧૧૧૮૬૦૦૮૨૩૦/ ૨૦૨૩ જુ.ધા.ક .૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ જેથી ઉના પોલીસની કામગીરીથી જાહેરમાં જુગાર રમતા ઇસમોમા ફફડાટ વ્યાપી ગયેલ છે.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ