મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ગૌતમ પરમાર , ભાવનગર રેન્જ તથા બોટાદ જીલ્લા પોલીસ વડાશ્રી કે.એફ.બળોલીયા નાઓએ બોટાદ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓ તેમજ બીજા જીલ્લાઓના નાસતા ફરતા આરોપીઓ જેઓ બોટાદ જીલ્લામાં ચોરીછુપીથી રહેતા હોય તેઓના વિરૂધ્ધ કાયદેસર કરવા અંગે આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલ ના માર્ગદર્શન મુજબ તથા ગઢડા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એમ.જી.જાડેજા ની રાહબરી હેઠળ તા.૦૯/૦૭/૨૦૨૩ ના રોજ ગઢડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન ચોક્કસ બાતમી રાહે ભરૂચ શહેર બી. ડીવીઝન પો.સ્ટે.ના ગુ.ર.નં.૧૧૧૯૯૦૧૨૨૩૦૨૬૮ પ્રાણી પ્રત્યે ઘાતકીપણાનો કાયદો ૧૯૬૦ ની કલમ(૧૧)(૧)(એ), (ડી),(ઇ),,(એફ),(એચ) તથા પશુ સરક્ષણ અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૬(એ)(૧), ૬(એ)(૩), પ(૧), ૫(૧)એ) તથા જી.પી.એક્ટ કલમ-૧૧૯ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૨૩ મુજબના કામનો આરોપી ગઢડા શહેર વિસ્તારમા હોવાની ચોક્કસ માહીતી અન્વયે મજકુર આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેરના બી. ડીવીઝન પો.સ્ટે. ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
નાસતા ફરતો પકડાયેલ આરોપી (૧) સવજીભાઇ ઉર્ફે મુન્નાભાઇ મેપાભાઇ પરમાર જાતે ભરવાડ ઉવ.૩૬ રહે,ગઢડા,સામાકાઠે, મોહનનગર તા.ગઢડા જી.બોટાદ
કામગીરી કરનાર-
(૧) શ્રી એમ.જી.જાડેજા પો.ઇન્સ, ગઢડા પો.સ્ટે (૨) શ્રી કુલદિપસિંહ પ્રવિણસિંહ ગોહીલ, પો.હેડ કોન્સ ગઢડા પો.સ્ટે.
(૩) શ્રી મયુરધ્વજસિંહ છોટુભા ગોહીલ પો.હેડ કોન્સ. ગઢડા પો.સ્ટે. (૪) શ્રી નીતેશભાઇ ધીરૂભાઇ ગઢવી પોલીસ કોન્સ ગઢડા પો.સ્ટે.
(૫) શ્રી પ્રહલાદભાઇ રણજીતભાઇ બાવળીયા પોલીસ કોન્સ ગઢડા પો.સ્ટે.
રિપોટ જયરાજ ડવ બોટાદ