દાંતા તાલુકાની આન,બાન અને શાન તરીકે ઓળખાતા કાંતિભાઈ ખરાડી દરેક પ્રશ્નમા તેઓ અવાજ ઉઠાવતા આવ્યા છે,પછી વિધાનસભાના ફ્લોર ઉપરથી બોલવાનું હોય કે પછી લોકોની વચ્ચે જઈને બોલવાનું હોય તેઓ સતત લોકોના પ્રશ્નો ઉઠાવતા આવ્યા છે
એટલે જ તેઓ સતત ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચુંટાતા આવ્યા છે.દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયારી કરતા વિધાર્થીઓ માટે નવા સાહસ માટે ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, શંકરભાઇ માણસા,પાબુભાઇ અંગારી,રફીકભાઇ શેખ,ભગાભાઇ ખરાડી ,પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો,ગામના પંચો, આગેવાનો અને વિધાર્થીઓ સાથે રહી શ્રીફળ વધારી, રીબીન કાપીને દેશના ભાવિ એવા વિધાર્થીઓ માટે લાઈબ્રેરી ખુલ્લી મૂકી હતી.
ગાંધીનગર,અમદાવાદ, પાલનપુર, પાટણ જેવા મોટા શહેરોમાં જઈ લાઈબ્રેરી ફી, PG – હોસ્ટેલમાં રહેવા-જમવા જેવા અનેક ખર્ચાઓ ને પહોંચી ના શકતા મારાં દાંતા-અમીરગઢના ગરીબ-મધ્યમવર્ગના વિધાર્થીઓ માટે જે મોટા શહેરોમાં સુવિધા મળે તેવી અત્યાધુનિક સુવિધા સાથે હવે આપણા ઘર નજીક જ વિરમપુર ખાતે લાઈબ્રેરી બનતા વિવિધ ભરતીઓ માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરી શકશે.આવનારા સમયમાં દાંતા-અમીરગઢ તાલુકાના અનેક વિસ્તારમાં લાઈબ્રેરી બનાવવાના લક્ષ્ય સાથે નવું સાહસ.
અંબાજી પ્રહલાદ પૂજારી