શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ છે આ શક્તિપીઠની વાત કરવામાં આવે તો અંબાજી તરફના તમામ માર્ગો ફોરલેન હાઇવે બની ગયા છે ત્યારે ક્યારેક આવા માર્ગો પર અકસ્માત પણ થતા હોય છે. આજે સાંજે અંબાજી થી દાંતા તરફ જઈ રહેલા ટ્રેલર વાહનને બ્રેક ફેલ થઈ જતા ટ્રેલર ત્રિશુલીયા ઘાટી પર હનુમાનજી મંદિર પહેલાં એક સાઈડ થી સામે રોંગ સાઈડમાં જઈ પહાડ પર 20 ફૂટ ઊપર ચઢી ગયું હતું.
ટ્ર
કનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક પહાડ ઉપર અથડાઈને ફરીથી નીચે ફટકાવ્યું હતું જેમાં ટ્રકના બે ભાગ થઈ ગયા હતા અને એન્જિન અને ટાયર પણ અલગ થઈ ગયા હતા ટ્રેલરનું એન્જીન અને 12 ટાયર છુટા થઈ ગયાં હતાં. ટ્રેલરમા બેસેલા લોકોને 108 મારફતે દાંતા સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
અંબાજી પ્રહલાદ પૂજારી
















