અરવલ્લી: મોડાસા “વિશ્વશાંતિના ચાહક કવિ ઉમાશંકર જોશીના જન્મ દિવસની ઉજવણી”
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ચોમાસાની ઋતુની જોરદાર શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસ્ત વાદળછાયું વાતાવરણ જામી ચૂક્યું છે આવા લીલાછમ વાતાવરણમાં આજે 21 જુલાઈ ના રોજ પ્રખર સાહિત્યકાર પંડિત શ્રી ઉમાશંકર જોષીની જન્મ જયંતી ની ઉજવણી અરવલ્લી માં આવેલ શૈક્ષણિક નગરી મોડાસામાં સ્વામી વિવેકાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મોડાસામાં આજ રોજ તા.21/07/2023 શુક્રવાર ના રોજ પ્રિન્સિપાલ ડૉ. નવનીત પરમાર ના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવી.
અમે ગર્વ અનુભવીએ છીએ કે ઉમાશંકર જોશી આપણી જ અરવલ્લી ગિરિમાળા માં આવેલ એક નાનકડું ગામ ‘ બામણા ‘ ના વતની છે. આમ બામણા ગામનું નામ આવે એટલે ઉમાશંકર જોશીની યાદ આવી જાય સાથે તેમનું વાક્ય ‘ મારું જીવન એજ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી…આમ આ વાક્ય સાથે આ ઉમાશંકર જોશી જન્મ જયંતિ ઉજવણી કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રા.દિપીકાબેન, પ્રા. પારુલબેન, પ્રા. ધરાબેન, પ્રા. મેઘાબેન, પ્રા. સ્મિતભાઈ, પ્રા. નિર્મલભાઈ, નૈતિકભાઈ, ધ્રુમિલભાઈ, તથા પિંકેશભાઈ આમ સમગ્ર સ્ટાફ ના સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
ગુજરાત મોરી મોરી રે,
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરત,
ગુજરાત મોરી મોરી રે.
—- ઉમાશંકર જોષી