64 ધાંગધ્રા હળવદ વિસ્તારના નાગરિકોના જીવનને આરોગ્યમય બનાવવા તેમજ વધુમાં વધુ લોકો યોગનો લાભ લઇ અને યોગથી લોકોની જીવનશૈલીમા સુખકારી વધે તેમ જ તેમનું સ્વાસ્થય માં વધારો થાય આત્મવિશ્વાસ અને મનોબળ વધે તેવા સુંદર અભિગમ અને દ્રઢ થતી ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત 64 ધ્રાગધા હળવદ વિધાનસભાના વિસ્તાર ને યોગમય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજી શોભરામ રાજપુત સાથે સમજુતી કરાર MOU સહી કરવામાં આવ્યું હતું
64 ધાંગધ્રા મતવિસ્તારના આ પ્રથમ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા કે જેમણે લોકોના આરોગ્યની ચિંતા , લોકોની સુખાકારીની ચિંતા , નવા નવા ઔધોગિક વસાહત, રોજગારી ની ચિંતા સાથે આજે પ્રથમવાર યોગ સમજુતી કરાર કરતા અન્ય ધારાસભ્યશ્રીઓ ને પણ સીખ મળે તેવું ઉમદા કાર્ય કરતા ખુશી છવાઇ
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા