ફૂલવાડી પ્રાથમિક શાળામાં ૨૭ વર્ષ થી આચાર્ય તરીકે ફરજ બજાવતા અડધી રાત નો હોકરો એવા અરવિંદભાઈ પટેલ અને તેમના દંપતી વનીતાબેન પટેલ જિલ્લા ફેર બદલી થતાં 200 ની વસ્તી ધરાવતું નાનું ગામ ફૂલવાડી રાણીગામ પ્રાથમિક શાળામાં વિદાય સમારોહ યોજાયો હતો
તેમાં રત્ન કલાકારો ખેડૂતોએ માતા બહેનોએ તમામ વાલીગણ સંપૂર્ણપણે કામકાજ બંધ રાખી વિદાય સમારંભમાં હાજરી આપી હતી તમામ લોકોની આંખોમાં આંસુ છલકાયા હતા. ઘણા વર્ષોથી ફૂલવાડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવી હોય વતન નજીક બદલી થતાં સમગ્ર ગામમાં ગમગીની ફેલાઈ હતી એક શિક્ષક તરીકે અને આચાર્ય તરીકે અરવિંદભાઈ પટેલનું જેસર તાલુકામાં ખૂબ જ મોટું માં હતું અને તેમના કામથી શિક્ષણને લગતા અધિકારીઓ ખૂબ જ પ્રશંસા કરતા હતા
ગારીયાધાર થી મુરલી ભાઈ તેમજ તેમનો પરિવાર હાજર રહ્યો હતો અને જેસરથી પરેશભાઈ જાની સી.આર.સી દેપલા આચાર્ય અને બીઆરસી અને ગામના આગેવાન સંજય ભારોલા રાણીગામ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત હાજર રહ્યા હતા શિક્ષક દંપતિઓ બાળકો સાથે સ્ટેજ ઉપર જ રડી પડ્યા હતા અશોકભાઈ ભારોલા તથા રત્નકલાકારો દ્વારા સેવડો પેંડા નો દરેક ને નાસ્તો કરાવ્યો હતો
જેસર તાલુકાના અવવલ નુબંર ધરાવતા સમગ્ર તાલુકા ના શિશકો આચાર્ય સુખ સાથે દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી તમારી ખોટ તો અમને પણ વર્તાશે કાયમ માટે આટલા વર્ષો સુધી ૧ જ શાળા માં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા વિદાય પૂરી થતા સમગ્ર ગામ લોકો ને આગળ ભણવા માટે અને ગમે ત્યારે મારું કામ પડે ત્યારે યાદ કરજો
રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ જેસર