શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લા મહેસૂલી તલાટી પરિવારનો સન્માન અને મિલન સમારોહ તા. 6/8/2023 ને રવિવારના માં અંબાના સાનિધ્યમાં અંબાજી નજીક આવેલ કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે આયોજિત થયેલ.
જેમાં મહેસૂલી તલાટી કેડરમાંથી 82 વ્યક્તિને નાયબ મામલતદાર તરીકે બઢતી મળતા બઢતી મેળવનાર તમામ લોકોનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં બનાસકાંઠા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ 3 ના પ્રમુખશ્રી કે.આર. ચૌધરી તેમજ મહામંત્રીશ્રી ડી.જી.ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મહેસૂલી તલાટીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે 51 શક્તિપીઠ સર્કલથી પગપાળાજોડાઈને માં અંબાના મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ આયોજન પ્રમુખ અજયભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતુ.
અંબાજી પ્રહલાદ પૂજારી