આપણા દેશમાં ધણી એવી કહેવતો છે કે જે ને પુરવાર કરવા ખરેખર મનુષ્ય દેહ ઓછો પડે કહેવાય છે કે ” જાકો રાખે સાયા માર શકેના કોઈ ” આવો જ કિસ્સો એક સામે આવ્યો છે ૧૭ વર્ષથી અબોલ પક્ષીઓની નિસ્વાર્થ સેવા કરતું અરાઈસ ગ્રુપ
ધ્રાંગધ્રા શહેરના મયુરબાગ પાસે એક તોતીંગ ઝાડ ઉપર બગલાઓએ માળા બાંધી પરિવાર સાથે વસવાટ કરતા હતા જ્યારે આજે કોઈ અગમ્ય કારણોસર તે વૃક્ષની ડાળી તુટી પડતાં અંદાજીત ૪૦ જેટલા બગલાઓના માળાઓ જમીનદોશ થતાં
તેમાં રહેલ નાના મોટા બગલાઓના બચ્ચાઓ મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય ધાયલ બન્યા હતા આ કરુણ બનાવ બનતા પક્ષી પ્રેમીઓ તથા જીવદયાપ્રેમીઓ માં અરેરાટી વ્યાપી ગઇ હતી બનાવની જાણ થતાં જ અરાઇસ ગ્રુપના મહેશભાઈ રાજગોર , મુકેશભાઈ ઠાકોર દ્રારા તમામનું પક્ષીઓનું રેસ્કયુ કરી ધાયલોને સારવાર આપી હતી જ્યારે ઝાડની ડાળી તુટીને પડતા ટ્રાફિક જામ સર્જાતા સેવાભાવી તથા સામાજિક કાર્યકરો હિરેનભાઇ સોલંકી , મહેશભાઈ રાજગોર , જશાભાઈ ગોલાવાળા , મુકેશભાઈ ઠાકોર તથા આર્મીના એક જવાન સહિતે તુટેલી ડાળાને ઉઠાવી એક સાઈડ કરી રસ્તો કલિયર કર્યો હતો
અને ફરી કિલોલ કરતા કુદરતનાં ખોળે કુદરત ભરોસે રમતા જમતા એવા અબોલ પક્ષીઓ બગલાઓના માળાઓને એકઠા કરી ફરી બગલાઓ સાથે ધાયલ નાના મોટા બચ્ચાનું મિલન કરી જીવદયા તથા પક્ષી પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ તમામ સેવાભાવી યુવાનોની કામગીરીને લોકોએ વધાવી હતી
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા