શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે માતાજી ના ધામે અંબાજીમાં દરરોજ હજારો ની સંખ્યામાં માઇભક્તો માતાજી ના દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. તો સાથે સાથે યથાશક્તિ માતાજીના મંદિરમાં સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ નુ દાન પણ આપતા હોય છે.
અંબાજી મંદિરમાં સોના ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે.અંબાજી મંદિરમાં અનેકો માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરતા હોય છે અને માતાજી થી આશીર્વાદ મેળવતા હોય છે.
આજે અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોના નુ ગુપ્ત દાન કર્યું હતું. સોનાનું દાન કરેલી કુલ લગડી 9 છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે. દાન આવેલા સોના ની કુલ કિંમત 33.48 લાખ છે. આજે મંદિરમાં રાજકોટના માઇભક્તે સોનાનો દાન કર્યું હતું ત્યારે પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો.
અંબાજી. પ્રહલાદ પૂજારી