Latest

અંબાજી મંદિર મા સોના નુ દાન, 33 લાખ 48 હજાર ના સોના ની 9 લગડી જેનું વજન 558ગ્રામ રાજકોટ ના માઇભક્તે ગુપ્ત દાન કર્યું

શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે માતાજી ના ધામે અંબાજીમાં દરરોજ હજારો ની સંખ્યામાં માઇભક્તો માતાજી ના દર્શનાર્થે આવતા હોય છે અને માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવતા હોય છે. તો સાથે સાથે યથાશક્તિ માતાજીના મંદિરમાં સોના ચાંદી દાગીના સહિત રોકડ રકમ નુ દાન પણ આપતા હોય છે.

અંબાજી મંદિરમાં સોના ચાંદીનો અવિરત દાનનો પ્રવાહ સતત આવી રહ્યો છે.અંબાજી મંદિરમાં અનેકો માઇ ભક્તો સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમનું દાન કરતા હોય છે અને માતાજી થી આશીર્વાદ મેળવતા હોય છે.

આજે અંબાજી મંદિરમાં રાજકોટના એક માઇ ભક્તે સોના નુ ગુપ્ત દાન કર્યું હતું. સોનાનું દાન કરેલી કુલ લગડી 9 છે. જેનું કુલ વજન 558 ગ્રામ છે. દાન આવેલા સોના ની કુલ કિંમત 33.48 લાખ છે. આજે મંદિરમાં રાજકોટના માઇભક્તે સોનાનો દાન કર્યું હતું ત્યારે પોતાનું નામ ગુપ્ત રાખવાનું આગ્રહ કર્યો હતો.

અંબાજી. પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પીએમ મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતેથી ₹48,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું છે…

1 of 535

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *