77 માં રાષ્ટ્રીય પર્વની આજે સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરની મોધીબેન છાત્રાલય ખાતે પણ 77 માં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાટડીના સવાડા ગામના ગીરીશભાઈ રાઠોડ નામનો યૂવાન જે સરહદ ઉપર માતૃભોમ કાજે બલીદાન આપી શહીદ થયેલ તે વિર સતુપની બહેન શ્રધ્ધા રાઠોડના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
આ કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનુ ગાન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ વિર સપૂત શહીદ ગીરીશ રાઠોડને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી છાત્રાલયમા અભ્યાસ કરતી 170 દિકરીઓ માંથી 51 દિકરીઓ દ્રારા દેશ ભક્તિના વિવિધ ગીતો ઉપર કૃતિઓ રજુ કરવામાં આવી હતી સૌથી ખાસ આકર્ષણ પિરામીડ અને આપણી લોક સંસ્કૃતિ લોક વારસો ગુજરાતીનુ ગૌરવ એટલે રાસ ગરબા રમઝટ બોલાવી હતી ઉપસ્થિત તમામ મહેમાનોનૂ પુષ્પગુચ્છ હાર સાથે સન્માન કરવામાં આવ્યું હતું આ શૈક્ષણિક સંકુલનું સંચાલન દિનેશભાઈ વાઝા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહયુ છે
દિકરીઓ હર હંમેશ શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિસીલ બને અને સ્વ. મોધીબેન મકવાણાનુ સ્વપ્નને સાકાર કરવા માત્ર ને માત્ર શિક્ષણ ઉપર ભાર મૂક્યો છે આ છાત્રાલયના સર્વાંગી વિકાસ માટે હર હંમેશ દાતાશ્રીઓ દ્રારા દાન આપવામાં આવ્યું છે આ છાત્રાલયમા કોઈ પણ નાત જાતનો ભેદભાવ નથી કારણ કે આ છાત્રાલયમા મુસ્લિમ સમાજની દિકરીઓ પણ અભ્યાસ કરે છે જે કોમી એકતાનુ એક પ્રતિક છે
આજે સમગ્ર ભારત દેશમા 77 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શહિદ વિર જવાનની બહેન શ્રધ્ધા રાઠોડના વરદ હસ્તે આ શૈક્ષણિક સંકુલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જે એક સમાજ નહીં પણ સમગ્ર વિધાસંકુલો માટે બોધ લેવા જેવી બાબત છે
બ્યૂરો રિપોર્ટર દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા સુરેન્દ્રનગર