ઉમરાળા કેન્દ્રવર્તી શાળા નં – ૧ ખાતે ઉમરાળા ગામ સમસ્ત રાષ્ટ્રીય પર્વને ઉત્સાહભેર ઉજવાયો હતો. ઉમરાળા નાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના હસ્તે ધ્વજ વંદન થયા બાદ કેન્દ્રવર્તી શાળા અને કન્યાશાળા ના બાળકોએ દેશભક્તિ ગીત રજુ કર્યા હતા.
કાર્યક્રમમાં આગળ ગ્રામ પંચાયત દ્વારા ઉમરાળામાં શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી ક્ષેત્રે ફરજ બજાવી રહેલા કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વળી સરકારી દવાખાનામાં જન્મેલ દીકરીને વધાવતા ચાંદી તુલસી ક્યારો અને ચાંદીની ગાય ભેટ આપવામાં આવી હતી. ઉમરાળાની ઉચ્ચ શિક્ષણ માટે શહેરમાં ભણતી દીકરીઓને શિક્ષણ ફી ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
ગત 26 મી જાન્યુઆરીના યોજાયેલી કૌન બનેગા નાયક પ્રતિયોગીતા વિજેતાઓને મોમેન્ટો અપાયા હતા. ગ્રામ પંચાયત દ્વારા આજના દિવસે દેશભક્તિના ગીત પર અભિનય કરનાર ચાર ટીમને ચાર હજાર પુરસ્કાર અપાયો હતો. સરપંચ દ્વારા પ્રસંગને અનુરૂપ ઉમરાળાની સિદ્ધિઓ અને આગામી આયોજનો વિશે ઉદબોધન અપાયું હતું. આમ આજના દિવસે આ રાષ્ટ્રીય પર્વને શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર