શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે અંબાજીમાં ભાદરવી મહામેળાનું અનેરૂ મહત્વ છે.
2023 ના ભાદરવી મહામેળાની તૈયારીઓના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તૈયાર છે ત્યારે અંબાજી મેળામાં ગુજરાત ભરમાંથી આવતા વિવિધ સંઘોનુ ગ્રુપ ભાદરવી પૂનમીયા સેવા સંઘ દ્વારા આજે અંબાજી ખાતે જાહેર મીટીંગ યોજાઇ હતી જેમાં વહીવટી અધિકારીઓ પોલીસ અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા વિવિધ સૂચનો કરાયા હતા અને જિલ્લા પોલીસ વડા દ્વારા પણ મેળાને લગતી માહિતી આપવામાં આવી હતી.
23 સપ્ટેમ્બર થી 29 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી મહામેળો યોજાનાર છે ત્યારે આજે અંબાજી ખાતે અગ્રવાલ સમાજમાં ભાદરવી પૂનમિયા સેવા સંઘ દ્વારા જાહેર મીટીંગ યોજાઇ હતી અને આ મિટિંગમાં 1600 સંઘોનું રજીસ્ટ્રેશન થયું હતું તેવી માહિતી પણ અપાઈ હતી. ગુજરાત ભરમાંથી આવતા સંઘો અને બહારથી આવતા સંઘો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રોજ સવારે સાંજે લાઈવ આરતી ભક્તો ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકે છે. આ વખતે ભાદરવી મેળામાં 35 લાખ જેટલા શ્રદ્ધાળુ આવે તેવી શક્યતા.
:- અંબાજી મંદિર અને ટ્રસ્ટ ની માહિતી માત્ર એક મેસેજ થી મળી જશે :-
અંબાજી ખાતે આવનાર માઇ ભક્તો હવે માત્ર એક જ મેસેજ થી દર્શન સહિતની વિવિધ માહિતીઓ પોતાના મોબાઈલમાં મેળવી શકશે. ટ્રસ્ટ તરફથી સ્કેન કોડ ની માહીતી અપાઈ
અંબાજી પ્રહલાદ પૂજારી