શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલુ છે એટલે આ શક્તિપીઠને સરસ્વતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. શક્તિપીઠ અંબાજી માં ભક્તોનું ઘોડાપૂર આવતું હોય છે અને ભક્તો દર્શન કરીને ધન્ય ધન્ય થઈ જતા હોય છે. અંબાજીમાં હાલમાં ભક્તો માતાજીનું નામ લઈને દર્શન કરવા આવી રહ્યા છે અને મંદિરના દર્શન કરીને અને માતાજીના યંત્રના દર્શન કરીને ખૂબ જ ખુશ થઈને પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં છેલ્લા ઘણા સમયથી કાયમી ટેમ્પલ ઇસ્પેક્ટર એટલે સરકારે તાજેતરમાં જે બદલી કરી છે તેમાં સુંદર અને સૌમ્ય સ્વભાવના પ્રવીણ પૂરી બાવાની નિમણૂક કરી છે.
મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિરમાંથી ત્રણેક જણની બદલી પણ વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા કારકુન અને નાયબ મામલતદારોની નિમણૂક કરવામાં આવી છે ત્યારે અંબાજી મંદિરમાં ટેમ્પલ ઇન્સ્પેક્ટર તરીકે પ્રવીણપૂરી બાવા ની નિમણૂક થતા લોકોમાં ખૂબ જ ખુશી જોવા મળી હતી.
@@ વીઆઈપી દર્શન ઉપર કાબુ આવશે @@
અંબાજી મંદિરમાં હાલમાં વીઆઈપી ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે સામાન્ય ભક્તો લાઈનમાં ઊભા રહી રહીને માતાજીના દર્શન કરવા આવે છે ત્યારે તેમને માત્ર દસ બાર સેકન્ડ માતાજીના ગર્ભગૃહ સામે ઊભા રહેવા દેવાય છે. જ્યારે વીઆઈપી ભક્તો સાત નંબર અને નવ નંબર ગેટથી મોબાઈલ લઈને બિન્દાસ મંદિરમાં બે મિનિટમાં માતાજીના ગર્ભગૃહમાં દર્શન કરીને બહાર નીકળી જાય છે ત્યારે સામાન્ય ભક્તોમાં ભારે દુઃખ પહોંચતું હોય છે.
રિપોર્ટ અમિત પટેલ અંબાજી