Latest

પોલીસ પ્રજાનો મિત્ર છે તે વાત સાર્થક કરતા ઓઢવ પો.સ્ટેમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ દયાબેન જીતુભાઈ

ગઈ તારીખ ૯ જુલાઇ ના રોજ ઓઢવ આર ટી સ્કૂલ ખાતે હાઇકોર્ટમાં વર્ગ ૩ અને વર્ગ-૪ ના કર્મચારીની ભરતીની પરીક્ષા હોઇ બંદોબસ્તમાં દયાબેન જીતુભાઈ અન્ય કર્મચારીઓ સાથે હાજર હતા ત્યારે એક પરીક્ષાર્થી બાઇ તેમનાં છ માસનાં બાળકને લઈને પરીક્ષા આપવા આવતાં બાળકને સંભાળ રાખી પરીક્ષા સારી રીતે આપી શકાય નહીં

તેવા સમયે વુમન પોલીસ કોન્સ્ટેબલ દયાબેને પરીક્ષાર્થી બેનની મૂંઝવણ સમજી તેઓનું બાળક પરીક્ષા દરમ્યાન સંભાળ માટે પોતાની પાસે રાખી લઈ પરીક્ષાર્થી બહેનને શાંતિથી પરીક્ષા આપવામાં સહાય પુરી પાડી એક આદર્શ માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે

આ માનવીય અભિગમ અનુસંધાને આજરોજ ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ દયાબેન જીતુભાઈને તેઓનાં કાર્યાલય ખાતે બોલાવી રૂબરૂમાં પ્રમાણપત્ર આપી માનવતા સભર કાર્યને બિરદાવેલ છે અને માનવીય અભિગમને વેગ મળે તેવી શુભેચ્છા પાઠવેલ છે.

અહેવાલ મુકેશ વાઘેલા સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 624

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *