ઉના તાલુકા ના પાલડી ગામ ના વતની વાઘેલા સુરુભા દિલુભા અને વાઘેલા ચતુરસંગ અમરસંગ ના નાનાભાઇ તથા વાઘેલા અશ્વિનભાઇ ના મોટાભાઈ વાઘેલા કરણસિંહ અમરસંગ નુ તા.૧૫/૦૧/૨૦૨૩ના તડ થી પાલડી જતા સાંજે ૭:૩૦ વાગ્યે બંને ગાડી સામે સામે ટકરાતા ગંભીર અકસ્માત થયેલ
ત્યારબાદ વાઘેલા કરણસિંહ ને સરવાર માટે રાજકોટ ગોકુલ હોસ્પિટલ મા આઈ.સી.યુ મા રાખેલ અને સારવાર દરમિયાન તા. ૨૯/૦૧/૨૦૨૩ ના રોજ એમનુ મૃત્યુ થયેલ વાઘેલા કરણસિંહ ૧૭ જાન્યુઆરી ૨૦૨૦ થી એક્સિસ બેન્ક તડ શાખા ના કસ્ટમર હતા જેમણે રોડ અકસ્માત પહેલાં એ.ટી.એમ કાર્ડ નો વપરાશ કરેલ એ બદલ એમને એ.ટી.એમ કાર્ડ અકસ્માત ઇન્શ્યોરન્સ વીમો ૨૦ જુલાઇ ૨૦૨૩ ના રોજ તેમના પત્ની શ્રી રીકુંબા કરણસિંહ વાઘેલા ને રૂપિયા ૫(પાંચ) લાખનો ચેક આપવામાં આવેલ છે
આશા કરીએ છીએ કે અમારી બેન્કે આપેલી આ નાનકડી રકમ તેમના પરિવારની શાશ્વત જરૂરિયાતો અને તેમની ચાર વર્ષની દિકરી જાનવીબા કરણસિંહ વાઘેલા ના ઊજવળ ભવિષ્ય ઘડતર માટે સાબિત થશે. ઈશ્વર વાઘેલા કરણસિંહ અમરસિંહ ના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે તેવી સમગ્ર એક્સિસ બેન્ક તડ શાખા પરિવાર દ્વારા પ્રાર્થના.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ