શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. હાલમા શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી ખાતે ગબ્બર રોડ પર આવેલા આપેશ્વર મહાદેવ ખાતે બરફના અમરનાથ બનાવવામા આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા.
આપેશ્વર મહાદેવ સ્વયંભુ શિવલિંગ છે અને આ મંદિરનો વહિવટ વર્ષોથી રબારી સમાજ દ્વારા કરવામાં આવે છે. અહી આવતા ભક્તોને પ્રસાદ આપવામા આવ્યો હતો. રાત્રે ભજન કીર્તન અને પિંટીયા અને જગીયા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી