Crime

રોકડ રૂ.૨૫,૩૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૨૭/૦૮/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ઉજળવાવથી  વડોદ જતા ગામ પહેલા રોડની જમણી બાજુ આવેલ સરકારી પડતર જમીનમા આવેલ બાવળની કાંટમા ખુલ્લી જગ્યામા અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોવાની મળેલ માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. સમીરભાઇ મનહરલાલ ભટ્ટ ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે.રાંદલમાંના મંદીરની બાજુમાં, દડવા તા ઉમરાળા જી.ભાવનગર
2. જયંતિભાઇ મોનાભાઇ સવાણી ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે.રામજી મંદીર પાછળ, ઉજળવાવ તા.ઉમરાળા જી.ભાવનગર
3. વિરમદેવસિહ અનોપસિહ ગોહિલ ઉ.વ.૫૦ ધંધો-ખેતી રહે.વડોદ તા.ઉમરાળા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૫,૩૦૦/- મળી કુલ કિ.રૂ.૨૫,૩૦૦/- નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા,હિરેનભાઇ સોલંકી, ફાલ્ગુનસિંહ ગોહિલ, નીતીનભાઇ ખટાણા,બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૨૦૯ કિ.રૂ.૨૭,૫૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 79

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *