પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને આગામી સમયમાં રાજસ્થાન રાજયમાં વિધાનસભાની ચુંટણી યોજાનાર હોય અને રાજસ્થાન રાજયના જુદાં-જુદાં પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા અંગે સી.આઇ.ડી. ક્રાઇમ,ગાંધીનગર ગુજરાત રાજય તરફથી ઝુંબેશ રાખવામાં આવેલ હોય.
જે અંગે નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/ કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો નાસતાં-ફરતાં આરોપીઓ પકડવા માટે મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવા તથા ભદ્દેશભાઇ પંડયાને બાતમીરાહે હકિકત મળેલ કે, રાજસ્થાન રાજ્ય, જયપુર પુર્વ મોટી ડુંગરી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીના ગુન્હામાં છેલ્લાં સાતેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપી બાબુભાઇ લખમણભાઇ વાળા રહે.રાતોલ, તા.મહુવા જી.ભાવનગરવાળો મહુવા તાલુકાના બોરડી ગામના બસ સ્ટેન્ડ ખાતે ઉભો હોવાની મળેલ માહિતી આધારે માહિતીવાળી જગ્યાએ તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની વધુ કાર્યવાહી કરવા માટે મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનમાં સોંપી રાજસ્થાન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.
નાસતાં-ફરતાં આરોપીઃ-
બાબુભાઇ લખમણભાઇ વાળા ઉ.વ.૬૧ ધંધો-મજુરી રહે.રાતોલ, તા.મહુવા જી.ભાવનગર
ગુન્હોઃ-
રાજસ્થાન રાજ્ય,જયપુર પુર્વ મોટી ડુંગરી પો.સ્ટે. ગુ.ર.નં.૧૩૩/૨૦૧૬ ઇ.પી.કો. કલમઃ-૩૭૯ મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અશોકભાઇ ડાભી, ભદ્દેશભાઇ પંડયા, તરૂણભાઇ નાંદવા, મહેન્દ્દસિંહ સરવૈયા