શ્રી કારડિયા રાજપૂત સમાજ,શ્રી નાડોદા રાજપૂત સમાજ, શ્રી રાપર રાજપૂત સમાજ, શ્રી વાવ થરાદ રાજપૂત સમાજ, શ્રી ગુર્જર રાજપૂત સમાજ, શ્રી હિંદવાણી રાજપૂત સમાજ દ્વારા, તા.27/08/2023 ના રોજ સાણંદ મુકામે શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સીલના સુપ્રીમો શ્રી લક્ષ્મણસિંહ યાદવનો પદગ્રહણ સમારોહ, વીરાંજલી કાર્યક્રમ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સીલનું બંધારણ રાજપૂત સમાજ સમક્ષ રજુ કરવાનો કાર્યક્રમ તેમજ રાજપૂત સમાજની તૃતિય ચિંતન શિબિર યોજાઇ.
આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના 5,000 થી વધુ આગેવાનો, વડીલો તથા યુવાનો જોડાયા. કાર્યક્રમમાં ધર્મભુષણ સંતશ્રી જનકસિંહ બાપુ, મહંતશ્રી, અમરધામ, ચલાળાની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય તથા પ્રાર્થનાથી કરવામાં આવી. શ્રી દિલિપસિંહ બારડ (સાણંદ) દ્વારા સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી.
માં ભોમ કાજે શહીદી વ્હોરનાર શહીદ વીર મહિપાલસિંહ વાળાને, મંચસ્થ મહાનુભાવો તથા શહીદવીરના પરિવારજનો દ્વારા પુષ્પાજંલી કરવામાં આવી. તેમજ રાજપૂત સમાજના મોભી એવા સ્વ. દેવીસિંહજી જાદવને પણ મંચસ્થ મહાનુભાવો તથા તેમના પરિવારજનો દ્વારા પુષ્પાજંલી કરવામાં આવી. શ્રી બાંટવા રાજપૂત રાસ મંડળ દ્વારા તલવાર રાસ રજુ કરાયો હતો.
ત્યારબાદ મંચસ્થ સર્વે મહાનુભાવોનું પુષ્પ ગુચ્છથી તેમજ ધર્મભુષણ સંતશ્રી જનકસિંહ બાપુ, મહંતશ્રી, અમરધામ, ચલાળા, બારોટ શ્રી મનજીતભાણ બારોટ, વિવિધ ક્ષેત્રના આગેવાનનું પણ શાલ ઓઢાડી તથા તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.
તાજેતરમાં મોસ્કો ખાતે યોજાયેલ વર્લ્ડ પાવર લિફટીંગ ચેમ્પીયનશીપ (WPC) માં પાવર લીફટીંગમાં 02 ગોલ્ડ મેડલ મેળવનાર શ્રી શક્તિસિંહ સોલંકી, MBBS ની પદવી પ્રાપ્ત કરનાર કુ. તોરલબા ડાભી તથા શિક્ષણ ક્ષેત્રે રૂ. 2.5 કરોડ જેટલી માતબર રકમનો આર્થિક સહયોગ આપનાર સમાજ શ્રેષ્ઠી શ્રી એલ. એમ. ચાવડાનું પણ સન્માન કરાયુ હતુ.
રાજપૂત સમાજના બારોટ શ્રી મનજીતભાણ બારોટ દ્વારા રાજપૂત સમાજનો ઉજળો ઇતિહાસ રજુ કર્યો હતો. તેમજ રકતશુધ્ધતા જાળવવાની આવશ્યકતા પર ભાર મુકયો હતો.
ત્યારબાદ ડો. બિપિનસિંહ પરમાર દ્વારા શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સીલનું પઠન કરી બંધારણ રાજપૂત સમાજ સમક્ષ રજુ કરવામાં આવ્યુ હતુ. તેમજ બંધારણનું પાલન કરવાના શપથ ઉપસ્થિત સર્વે રાજપૂત સમાજના આગેવાનો, વડીલો તથા યુવાનોએ લીધા હતા અને તમામ સર્વાનુમતે બંધારણને સમર્થન જાહેર કર્યુ હતુ.
ત્યારબાદ શ્રી મુળજીભા ગોહિલ, ડો. ભારતસિંહ ગોહિલ, શ્રી બલદેવસિંહ સિંધવ તથા શ્રી વિક્રમસિંહ પરમારે પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતુ.
ત્યારબાદ શ્રી કારડિયા રાજપૂત સમાજ,શ્રી નાડોદા રાજપૂત સમાજ, શ્રી રાપર રાજપૂત સમાજ, શ્રી વાવ થરાદ રાજપૂત સમાજ, શ્રી ગુર્જર રાજપૂત સમાજ , શ્રી હિંદવાણી રાજપૂત સમાજ દ્વારા શ્રી લક્ષ્મણસિંહ યાદવને, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સીલના પ્રમુખની પાધડી પહેરાવી હતી અને તલવાર અર્પણ કરી હતી.
ત્યારબાદ વિવિધ રાજપૂત સમાજના વિવિધ વિસ્તારની સંસ્થાઓ દ્વારા શ્રી લક્ષ્મણસિંહ યાદવ સાહેબનું પાઘડી, તલવાર , મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યુ હતુ. ધાર સ્ટેટ રાજવી શ્રીમાન હેમેન્દ્વસિંહજી પવારના પ્રતિનિધી તરીકે ધાર સ્ટેટ પ્રોટોકોલ ઓફિસર શ્રી નરેન્દ્વસિંહ પવાર મધ્યપ્રદેશથી ખાસ ઉપસ્થિત રહયા હતા.તેઓએ પણ ધાર સ્ટેટ રાજવીશ્રી દ્વારા મોકલેલ પાઘ પહેવારી શ્રી લક્ષ્મણસિંહ યાદવ સાહેબનું સન્માન કર્યુ હતુ.
કાર્યક્રમની આભારવિધિ શ્રી મનોજસિંહ ગોહિલ, પ્રમુખશ્રી, શ્રી કારડીયા રાજપૂત સમાજ, સાણંદ વિરમગામ ઘોળ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ યોજવા માટે શ્રી દિલિપસિંહ બારડ (સાણંદ) દ્વારા ખુબજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા સાણંદ રાજપૂત સમાજની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર