કોડીનાર સિંધી સમાજ દ્વારા ખુબજ પવિત્ર ગણાતા ઇષ્ટ દેવ શ્રી ઝુલેલાલના ચાલીસા વ્રત કે જેમાં સતત ૪૦ દિવસ ઉપવાસ અને પુજા અર્ચના કરવામા આવે છે આ પવિત્ર ચાલીસાના ભાગ સ્વરૂપે કોડીનાર શહેરમાં ચાલીયા મહોત્સવની ભવ્ય ઉજવણી સિંધી સમાજ દ્વારા કરવામા આવી.
જેમાં પરમ પૂજ્ય સાંઈ શહેરાવાલે જી ઉપસ્થિતિ માં આ મહોત્સવ ની ખુબજ ધામ ધુમ થી ઉજવણી કરાઇ જેમાં બાઇક રેલી, બાળાઓ દ્વારા દાંડિયા રાસની રમઝટ (છેજ), ભેરાણા સાહેબ, સત્સંગ રૂપી પ્રવચન અને મહાપ્રસાદનું આયોજન કરવામા આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમ શ્રી લાડી લોહાણા સિંધી સમાજ ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી તુલસીભાઈ વાધવાણી અને સિંધી સમાજના ઉપપ્રમુખ શ્રી સાજનભાઈ ટેવાણી તેમજ શ્રી ઝુલેલાલ મંદિર સેવા સમિતિના અધ્યક્ષ શ્રી લાલુભાઇ રામચંદાણી ના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો હતો તેમજ આ કાર્યક્રમ નું સફળ આયોજન અને સંચાલન શ્રી ઝુલેલાલ નવયુવક મંડળના પ્રમુખ શ્રી અજભાઈ ધાનાણી અને તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું
જેમાં મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન ટેવાણી અને તેમની ટીમે પોતાનુ અમૂલ્ય યોગદાન આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.