Crime

પીસીબીની વસ્ત્રાપુરમાં રેડ. જુગાર રમતા ૧૯ ઈસમોને 46 લાખ ઉપરના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.

જીએનએ અમદાવાદ: પોલીસ કમિશ્ર્નર જી.એસ.મલિક નાઓએ અમદાવાદ શહેરમા પ્રોહી/જુગારની પ્રવૃતિ અટકાવવા સારુ સુચના આપેલ છે જે આધારે પી.સી.બી. પોલીસ ઈન્સપેકટર એમ.સી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મોડી રાત્રે સ્ટાફના પોલીસ સબ ઈન્સપેકટર વી. જી. ડાભી‚ મસ.ઈ. મહમંદ યુનુસ અસગરઅલી‚ જગદેવસિંહ ગુલાબસિંહ‚ અ.હે.કો.વિષ્ણુભાઈ હીરાભાઈ, ઈન્દ્રસિહ પ્રવિણસિંહ, પરાક્રમસિહ ભગવાનભા નરેન્દ્રકુમાર મેરુભાઈ, મહેન્દ્રકુમાર ઉદેસંગભાઈ, પ્રવિણસિંહ દેવેન્દ્રસિંહ, પાર્થકુમાર કેતનભાઈ, જયમિન મહેશભાઈ તથા અન્ય સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગમા હતા

દરમ્યાન પીઆઇ એમ.સી.ચૌધરીને મળેલ ચોક્ક્સ બાતમી હકીકત આધારે વસ્ત્રાપુર, થલતેજ ચાર રસ્તાની બાજુના ભાગે આવેલ ન્યુયોર્ક ટાવર-એ ના નવમા માળે આવેલ ઓફીસ નં.૯૨ માં પંચો સાથે રેઈડ કરતા આરોપીઓ નામે (૧) ધર્મેંદ્રભાઈ ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ ઉ.વ.૪૨ ધંધો- ખેતી રહેવાસી. બંગલા નં. ૧, કેવલેશ્વર હેલ્થ સેંટરની બાજુમાં, વિસનગર રોડ, ઉંઝા, મહેસાણા તથા અન્ય ૧૮ માણસો મળી કુલ્લે ૧૯ ઈસમોને હારજીતનો ગંજીફાના પાનાથી જુગાર રમી રમાડતા રોકડા નાણા રૂ.૬,૭૦,૦૦૦/તથા અન્ય જુગાર રમવાના સાધનો મળી કુલ્લે કિં.રૂ.૪૬,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી વસ્ત્રાપુર પો.સ્ટે. ખાતે જુગાર ધારા કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

જેમાં પકડાયેલ આરોપીઓ: (૧) ધર્મેંદ્રભાઈ ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ ઉ.વ.૪૨ રહેવાસી. બંગલા નં. ૧, કેવલેશ્વર હેલ્થ સેંટરની બાજુમાં, વિસનગર રોડ, ઉંઝા, મહેસાણા (૨) મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર ઉ.વ.૩૬ ધંધો- વેપાર રહેવાસી. બી/૨૦૧ ઈંદ્રપ્રસ્થ-૮, તુલીપ બંગલોઝની ગલીમાં, થલતેજ, અમદાવાદ શહેર (૩) કાળુજી શકરાજી ડાભી ઉ.વ.૪૭ ધંધો- ખેતી રહેવાસી. ગામ- નિધરાડ, તા. સાણંદ, જીલ્લો- અમદાવાદ (૪) જયેંદ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા ઉ.વ.૫૦ ધંધો- ખેતી રહેવાસી. બંગલા નં.૩ આશા સોસાયટી, સાણંદ પોલીસ સ્ટેશનની બાજુમાં, સાણંદ, જીલ્લો- અમદાવાદ (૫) મનીષ ગોવિંદભાઈ પટેલ ઉ.વ.૩૯ રહેવાસી. બંગલા નં.બી-૫૮ સ્ટર્લીંગ સીટી, બોપલ, અમદાવાદ મુળ વતન- ગામ-નિધરાડ, તા.સાણંદ, જીલ્લો- અમદાવાદ (૬) ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ ઉ.વ.૩૭ રહેવાસી. ચન્દ્રનગર, બહારમાઢ, ઉંઝા (૭) ઘેલુભા ઉર્ફે મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા ઉ.વ.૪૫ રહે. બંગલો-૨ વાલકેશ્વર, સાણંદ, જીલ્લો- અમદાવાદ (૮) અમીરામભાઈ શંકરભાઈ જોષી ઉ.વ.૪૦ ધંધો- જમીન લે-વેચ રહેવાસી. ૮૦૪/બી ચિનમય ટાવર, સુભાષ ચોક, ગુરૂકુળ ટાવર, વસ્ત્રાપુર, અમદાવાદ શહેર (૯) ધર્મેંદ્રકુમાર ધીરજભાઈ પટેલ ઉ.વ.૪૯ રહેવાસી. તીર્થધામ સોસાયટી, દાસજ રોડ, ઉંઝા, જીલ્લો- મહેસાણા (૧૦) રાજેશકુમાર જેઠાભાઈ પટેલ, ઉ.વ.૪૨ રહે. ગામ- ટુંન્ડાવ, ઉંડોમાઢ, તા.ઉંઝા, જીલ્લો. મહેસાણા (૧૧) ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી (કોળી પટેલ) ઉ.વ.૪૬ રહેવાસી. ડી/૮૩ વિશાલ રેસીડેંસી, રીષિકેશ સોસાયટી, આનંદનગર, સેટેલાઈટ, અમદાવાદ શહેર (૧૨) દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર ઉ.વ.૪૫ રહેવાસી. ૯૦૨ પોપ્યુલર ડોમેન, રાજપથ કલ્બની સામે, એસ.જી.હાઈ-વે, બોડકદેવ, અમદાવાદ શહેર (૧૩) ધર્મેશ કાળીદાસ પટેલ ઉ.વ.૫૦ રહેવાસી. ૬૭ પરમધામ સોસાયટી, આંબલી, બોપલ, અમદાવાદ (૧૪) ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે, ગામ-વાઠવાડી, તા.મહેમદાબાદ જીલ્લો ખેડા (૧૫) તેજાભાઇ કરશભાઇ તુરી, ઉ.વ.૫૨, રહે, ગામ-પંચાસર, તા.શંખેશ્વર, જીલ્લો પાટણ (૧૬) સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપુત, ઉ.વ.૪૧, રહે, રબારી વાસ નં.૨, ગોપાલનગર, વાડીનાથ ચોક, મેમનગર, અમદાવાદ શહેર (૧૭) મોહનભાઇ નવલભાઇ કલાલ, ઉ.વ.૫૦, રહે, પ્રજાપતી વાસ, પાણીની ટાકી વાસ, આંબલી ગામ, બોપલ, અમદાવાદ શહેર (૧૮) દેવીલાલ ભીમજીભાઇ પ્રજાપતિ, ઉ.વ.૪૨, રહે, સદર ઓફીસમાં તથા મુળ વતન ગામ-ઉપરગામ, તહેસીલ-ડુંગરપુર, તા.જીલ્લો-ડુંગરપુર રાજસ્થાન (૧૯) ગંગારામ મોગજી પટેલ, ઉ.વ.૪૦, રહે, સદર ઓફીસમાં તથા મુળ વતન ગામ-નૌલી, તહીએલ સલુંબર, જીલ્લા ઉદયપુર, રાજ્સ્થાનનો સમાવેશ થાય છે. જેમાં પકડાયેલ મુદામાલ : (૧) રોકડા નાણા રૂ.૬,૭૦,૦૦૦/- તથા (૨) તેઓની અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૨૧ કુલ્લે કિં.રૂ.૬,૨૫,૦૦૦/- તથા (૩) લીલા તથા કાળા કલરના પ્લાસ્ટિકના મિલન-૧ લખેલ કુલ્લે કોઈન નંગ-૧૦૦૦/- કિં.રૂ.૦૦/- તથા (૪) ગંજીફાની કેટ નં.૨૫ કુલ્લે કિં.રૂ.૦૦/- તથા (૫) પૈસા ગણવા માટેનુ મશીન નંગ-૧ કિં.રૂ.૨૫,૦૦૦/- તથા (૬) સીસીટીવી કેમેરાના ડીવીઆર સીસ્ટમના ઉપકરણો નંગ-૩ કુલ્લે કિં.રૂ.૧૫,૦૦૦/- તથા (૭) લાઈટબીલ નંગ-૧ કિં.રૂ.૦૦/- તથા (૮) જુગાર રમવા માટે અત્રેની જગ્યાએ વાહનો લઈ આવેલ તે ફોર વ્હીલર કાર નંગ-૪ કુલ્લે કિં.રૂ.૩૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૪૬,૩૫,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ના સુભાષનગર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ નો સપાટો.મસમોટો ઇંગ્લિશ દારૂ નો જથ્થો પકડી પાડ્યો.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *