આજના શુભ દિવસે વલભીપુર તાલુકાની 55 થી વધારે શાળાઓમાં શાળાના વિદ્યાર્થી ભાઈઓ તેમજ બહેનો દ્વારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી શિક્ષણ કાર્ય કરાવવામાં આવ્યું.આજે વિદ્યાર્થીઓ શિક્ષક બની નિભાવી તેમના માધ્યમથી સમગ્ર શાળાનો દોરી સંચાર કરવામાં આવ્યો તેમજ બાળકો દ્વારા શિક્ષક તરીકેની ભૂમિકા ભજવવામાં આવી હતી
શિક્ષક બનવા બદલ દરેક બાળકમાં ઉત્સાહ અને આદર ભાવ વ્યક્ત થતો હતો. વલભીપુર તાલુકાના બાળકો માં શિક્ષકત્વના ગુણો ખીલે ,તેમજ જીવન શિક્ષણનું શું મહત્વ છે શિક્ષકનું શું મહત્વ છે તે વાત આજે તેમણે સ્વાનુભવ કરી અને આજના શુભ દિવસે સમાજને ઉમદા શિક્ષકો ભવિષ્યમાં મળે અને ઉમદા રીતે સમાજ નિર્માણ થાય તેવી આશા વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જી .આર મકવાણા સાહેબે વ્યક્ત કરી.
વલભીપુર તાલુકાના શિક્ષણ પરીવાર…..
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર