Crime

રોકડ રૂ.૧૨,૦૦૦/-સહિત કુલ રૂ.૧૨,૦૫૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૮/૦૯/૨૦૨૩ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ખોડવદરી ગામના જુસફભાઇ હુસેનભાઇ સરમાનની વાડીની બાજુમાં વેણકામાં બેટરીના અંજવાળે ખુલ્લી જગ્યામા હાર જીતનો જુગારતા હોવાની માહિતી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓઃ-
1. ઇકબાલભાઇ સમનભાઇ દલ ઉ.વ.૪૨ રહે.ખોડવદરી તા.ગારીયાધાર જી.ભાવનગર
2. દેવજીભાઇ અમરાભાઇ વણજારા ઉ.વ.૫૮ રહે.મહાવિરનગર,ગારીયાધાર જી.ભાવનગર
3. રહિમભાઇ માવજીભાઇ ચારણીયા ઉ.વ.૩૭ રહે.બોરડાવાડી,ગારીયાધાર જી.ભાવનગર
4. હરીભાઇ ગોવિંદભાઇ કંટારીયા રહે.બોરડાવાડી,ગારીયાધાર  જી.ભાવનગર
5. હારૂનભાઇ આદમભાઇ થરાણી ઉ.વ.૪૫ રહે.પઠાણ શેરી,મેઇન બજાર, ગારીયાધાર જી.ભાવનગર
6. અબ્દુલભાઇ ઓસમાણભાઇ બુકેરા ઉ.વ.૬૫ રહે.ધોબીના વંડા પાસે,નવાગામ રોડ,ગારીયાધાર જી.ભાવનગર

કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ગંજીપત્તાનાં પાના-૫૨,બેટરી-૦૧ કિ.રૂ.૫૦/-તથા રોકડા રૂ.૧૨,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૧૨,૦૫૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી જયદાનભાઇ લાંગાવદરા, ફાલ્ગુનસિંહ ગોહિલ, હરીચંદ્દસિહ દિલુભા, શક્તિસિંહ સરવૈયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓનલાઇન વોટ્સએપ હેક કરી લોકો સાથે છેપરપીંડી કરતી ગેંગના સભ્યને પકડી પાડતી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *