વલ્લભીપુર માં સૌપ્રથમવાર અડધા દિવસમાં 5 ડિલિવરી કરવામાં આવી અને તમામ માતા અને બાળક તંદુરસ્ત છે જે ખૂબ સરસ કેહવાય…આપણે વલ્લભીપુર આરોગ્ય કેંદ્ર ખાતે સી. એમ. સેતુ યોજના માં સેવા આપવા ભાવનગર થી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હિતેશ ભાઇ ભગવાનભાઈ ચૌહાણ છેલા ૨ વર્ષ થી કાર્યરત છે અને એમનાં માર્ગદર્શન હેઠળ સતત સ્ત્રી રોગ માટે તમામ સુવિધા આપવામાં આવે છે
સોનોગ્રાફી પણ મફત મા કરી આપવામાં આવે છે ઘણા સમય થી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દવાખાનું જર્જરિત હાલત માં છે તેમ છતાં પણ દવાખાના નાં નર્સે બેંન તાથા ક્લાસ ૪ નાં કર્મચારી તથા દેપૂટેશન માં આવતા ડૉક્ટર અને અત્યારે અધિક્ષક નાં ચાર્જ માં બાળક રોગ ના નિષ્ણાત ડૉ. વિભૂતિ બેન એમ સમગ્ર ટીમ વર્ક નાં સહયોગ થી દરદી માટે શક્યા એટલા બધા પ્રયાશો કરવા માંટે બધા જ હંમેશા તત્પર રહે છે
ઓછી સુવિધા માં પણ વધારે કેમ કામ કરવું એ શીખવા જેવું છે સમગ્ર આરોગ્ય ની ટીમ માંથી બીજુ કે વલભીપુર તાલુકાના નાં પત્રકાર ધર્મેન્દ્ર સિંહ નો પણ આભાર વ્યકત કરે છે ડૉ. હિતેશ તથાસમગ્ર ટીમ વતી
વલ્લભીપુર ની જનતા ને આરોગ્ય ને તકલીફ નાં પડે તેના તમામ પ્રયત્નો કરતા રેહશું એમ ખાતરી આપતા આભાર વ્યક્ત કરે છે
બીજી વિનંતી છે કે કાયમિક મેડિકલ ઓફિસર ની જલ્દી થી નિમણુક થાય તો હજી પણ વધારે સુવિધા પહોચાડી શકીએ દરદી ને આજે 5 ડિલવરીનાં સમાચારથી વલ્લભીપુર નાં લોકોમાં આનંદ છવાઈ ગયો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીના વખાણ ની ચોમેર ચર્ચા થઈ રહી છે
સાથે સરકાર શ્રી તથા તમામ પદાધિકારી નમ્ર અપીલ કે જલ્દી થી નવા દવાખાના નું કામ શરૂ કરે અને સુવિધા વધે તો ગરીબ જનતા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી