Other

ભાવનગર જિલ્લાનો ‘ગૌધામ કોટિયા આશ્રમ’ બન્યો વૈદિક અને સાંસ્કૃતિક ચેતના કેન્દ્ર..

–શ્રાવણ માસમાં મહંત શ્રી લહેરગીરી બાપુના નેતૃત્વમાં 3:25 લાખ આહુતીઓનો મહા રુદ્રયજ્ઞ-દર સોમવારે ભજન અને ભોજન
વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટિયા ગામની બાવાવાળા ડુંગરમાળાના નામે ઓળખાતી પર્વતમાળામાં પ્રકૃતિની ગોદમાં વિકસિત થયેલો “દત્તાત્રેય ગોધામ આશ્રમ” વૈદિક પરંપરા અને સાંસ્કૃતિક ચેતના સહિતની સેવાકીય પ્રવૃત્તિઓનો ચેતના કેન્દ્ર બન્યો છે. તેની આસપાસની ચાર તાલુકાની વસ્તી તેનો લાભ પ્રાપ્ત કરી રહી છે.આ આશ્રમ ચાર તાલુકાની સરહદ ઉપર સ્થિત છે જેમાં પાલીતાણા, મહુવા, તળાજા અને જેસર નો સમાવેશ થાય છે.

ગૌધામ કોટિયા આશ્રમના મહંતશ્રી તથા જુના અખાડાના થાનાપતિ પુ.શ્રી લહેરગીરીબાપુ એ ખૂબ જ ટૂંકાગાળામાં આ આશ્રમને માનવસેવાના મુકામ પર લાવીને ઉભો કર્યો છે. લગભગ 100 એકરથી વધારે ડુંગરાળ અને પથરાળ જમીનમાં પથરાયેલાં આ પ્રાકૃતિક સ્થળે ગૌમાતાનુ પણ સેવાનું કેન્દ્ર છે. 200 જેટલી ગાયો પૈકીની જેટલી ગાયો દૂધ આપે છે તે ગાયોનું દૂધ કે તેની બનાવટ કદી વેચાણમા મુકવામા આવતું નથી.જરૂરિયાતમંદ ગરીબ લોકોને તે પહોંચતું કરવામાં આવે છે. ગાયના શુદ્ધ ઘીમાંથી પાક બનાવીને પ્રસાદરૂપે પ્રસુતા માતાઓનુ પોષણ કરવાનો ઉમદા સેવાકીય હેતુ છે.આ સેવા છે તો માનવ ધર્મની પણ તેમાં રાજ્ય સરકારનો કુપોષિત બાળકો પોષિત કરવાનો હેતુ પણ સિદ્ધ થાય છે.

દર શ્રાવણ માસના સોમવારે વિશ્વ કલ્યાણ અને જન સુખાકારી માટે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.તેમાં ગાયના શુદ્ધ ધીની સવા ત્રણ લાખ જેટલી આહુતિઓ આપવામાં આવે છે.યજ્ઞમાં સંમિલિત થનાર કોઈપણ વ્યક્તિ પાસેથી કોઈ ફંડ ફાળો કે દાન લેવામાં આવતું નથી.

મહંતશ્રી લહેરગીરીબાપુએ જણાવ્યું કે અમો ક્યારેક કોઈ ફંડ ફાળો કે દાન ઉઘરાવ નીકળતાં નથી.પરંતુ અમારી જરૂરિયાત મુજબ આર્થિક મદદ સમાજના શ્રેષ્ઠથીઓ તરફથી મમળી રહે છે. તે અમારી કાર્યરતિની કદર ગણી શકાય.આ તે રીતે આ સમાજને અભિનંદન આપે એટલા ઓછા..!

ચાલુ વર્ષે પણ શ્રાવણ માસ દરમિયાન ભજન અને ભોજનનો કાર્યક્રમ અવિરત ચાલુ રહ્યો. જેમાં જાણીતા સંતવાણી ગાયકોએ પોતાની વાણી પવિત્ર કરી.તા ,11-9-23 ના રોજ સમગ્ર સૌરાષ્ટ્રના સંતોનું એક સંમેલન પણ યોજવામાં આવ્યું.આ વર્ષે લોકગાયકો માયાભાઈ આહીર, ઓસમાણ મીર દેવરાજ ગઢવી, રાજભા ગઢવી સહિતના અનેક કલાકારોએ તેમની કલાના ઓજસ અહીં પાથરીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

ગુરુ દત્તાત્રેય આશ્રમ કોટિયા ગામની નજીકમાં અને પાલીતાણાના ઠાડચ થી કુંઢડા થઈને ડુંગરમાળામાં 13 કિલોમીટર દૂર છે.
આવતા દિવસોમાં સામાજિક સેવામાં વિવિધ પ્રદાન કરનારાઓ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ આયુર્વેદ અને પ્રાકૃતિક ક્ષેત્રમાં કામ કરતા કાર્યકર્તાઓ વગેરે માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના પુજ્ય શ્રી લહેરગીરી બાપુએ વ્યક્ત કરી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર એરપોર્ટ ખાતે સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં એરોડ્રામ સલાહકાર સમિતિની બેઠક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *