ગુજરાત રાજ્ય મા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં ગુજરાત અને રાજસ્થાનથી જોડતી સરહદ આવેલી છે અને આ સરહદી વિસ્તાર હોવાના કારણે અસામાજિક ગતિવિધિઓ સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ને રોકવા માટે પોલીસ અને એલસીબી સતત કાર્યરત છે. ત્યારે અંબાજી પોલીસ વિસ્તાર માંથી ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીયો ને એલસીબી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી સ્ટાફ ના પોલીસ જવાનો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે અંબાજી દાંતા હાઇવે ઉપર આવેલી શક્તિ ભુવન ના રૂમ 117 ની અંદર ગંજી પાના વડે જુગાર રમતા ની બાતમી મળતા એલસીબી પોલીસ સ્થળે પહોંચી 10 જુગારીયો ને ઝડપી પડ્યા હતા.
એલસીબી પોલીસ પાલનપુર દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી 25,510 રોકડ રકમ તથા ગંજીપા ના નંગ પર તથા મોબાઈલ નંગ 7 જેની કિંમત 31 હજાર રૂપિયા હતી ત્યારે કુલ 56,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને 10 જુગારીઓ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી