Crime

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શક્તિ ભુવન ના રૂમમાંથી ગંજીપાના નો જુગાર રમતા 10 જુગારીયો ને રોકડ રકમ 25,510 સહિત કુલ 56,510 ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે કરી કાયવાહી

 

ગુજરાત રાજ્ય મા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતા તાલુકામાં ગુજરાત અને રાજસ્થાનથી જોડતી સરહદ આવેલી છે અને આ સરહદી વિસ્તાર હોવાના કારણે અસામાજિક ગતિવિધિઓ સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ ને રોકવા માટે પોલીસ અને એલસીબી સતત કાર્યરત છે. ત્યારે અંબાજી પોલીસ વિસ્તાર માંથી ગંજીપાના વડે જુગાર રમતા 10 જુગારીયો ને એલસીબી પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબી સ્ટાફ ના પોલીસ જવાનો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી ના આધારે અંબાજી દાંતા હાઇવે ઉપર આવેલી શક્તિ ભુવન ના રૂમ 117 ની અંદર ગંજી પાના વડે જુગાર રમતા ની બાતમી મળતા એલસીબી પોલીસ સ્થળે પહોંચી 10 જુગારીયો ને ઝડપી પડ્યા હતા.

એલસીબી પોલીસ પાલનપુર દ્વારા કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપરથી 25,510 રોકડ રકમ તથા ગંજીપા ના નંગ પર તથા મોબાઈલ નંગ 7 જેની કિંમત 31 હજાર રૂપિયા હતી ત્યારે કુલ 56,510 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને 10 જુગારીઓ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 75

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *