શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે એસટી ડેપો આવેલો છે.અંબાજી થી માંકડી જતા વર્ષો થી આ રસ્તા માં આવતા રાણીઉંબરીપાટીયા થઈ ને એસ.ટી બસો સંચાલિત થતી હતી પરંતુ દાંતા તાલુકાના રાણીઉંબરી, કંકાવટી (ભાણપુર), કાનઘર અને ખાંટોનીમગરી જેવા ચાર ગામોના લોકો ની વર્ષોથી પોતાના ગામ માં બસની માંગણી હોવા છતા
આ સેવાથી વંચિત હતા માટે પોતાની માંગણી સંદર્ભે ગત તા – ૧૧.૯.૨૩ નાં રોજ પ્રતિનિધિઓ દ્વારા ડેપો ખાતે આવી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણ ને સદર બાબતે રજૂઆત કરવા આવેલ જેની ગંભીરતા જાણીને આજથી બસ આ ગામોમાં થઈને જશે. ગ્રામજનોમાં આનંદ છવાયો.
અંબાજી એસટી ડેપો થી અલગ અલગ જગ્યા ઉપર બસોના રુટ નક્કી કરવામાં આવ્યા છે અને આ કારણે લોકોને લાભ પણ મળી રહ્યો છે. 11 સપ્ટેમ્બર ના રોજ અંબાજી એસટી ડેપો ખાતે ગામડાના લોકો રજૂઆત કરવા આવ્યા હતા,
પ્રતિનિધિઓની માંગણીની સત્યતા અને શક્યતા ચકાસવા બીજા જ દિવસે તાત્કાલિક આ ગામો ની મુલાકાત લઈ, રસ્તાનો નિયમ અનુસાર સર્વે કરેલ સર્વેનાં અંતે એવો નિષ્કર્ષ આવેલ કે આ ગામો ને લાભ આપવા માટે આ રૂટ ઉપર થઈ સંચાલિત થતી બસો ને હાઇ-વે નાં સ્થાને વાયા ઉપરોક્ત ગામો માં કરાય તો કોઈને સેવાથી વંચિત કર્યા સિવાય ચાર ગામો એટલે કે લગભગ 4000 કરતા વધુ લોકોને વર્ષો જૂની સાચી રજૂઆતને ન્યાય આપી શકાય જેથી તાત્કાલિક નિર્ણય લઈ ને જરૂરી કાર્યવાહીઓ વિના વિલંબે તાત્કાલિક પૂર્ણ કરી ને
આજ રોજ જરૂરિયાત મુજબ ની ગાડીઓને ગામમાં આવતા આ ગામના લોકો દ્વારા બસ અને બસનાં ડ્રાઇવર અને કંડકટરનું ભવ્ય સ્વાગત કરી અંબાજી એસ.ટી ડેપો અને નિગમનો આભાર વ્યક્ત કર્યો અને જરૂરિયાત વાળા ગામો ની સાચી માંગણી પૂર્ણ થતા ગામ માં આનંદ છવાયો હતો.
અંબાજી પ્રહલાદ પૂજારી