Latest

શ્રી રિહેન એચ.મહેતા વિદ્યાલય,માંકડી મા પ્રકૃતિમિત્ર એવોર્ડનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત તાલુકો તરીકે ઓળખાય છે.દાંતા તાલુકાના અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારમાં આવેલી સંસ્થા એટલે રિહેન એચ.મહેતા વિદ્યાલય, માંકડી આ શાળામાં શ્રી કિશનચંદ ટેકચંદ પરિવાર,ખેડબ્રહ્મા ના સૌજન્યથી પ્રકૃતિ મિત્ર એવોર્ડ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરેલા શિક્ષકો, ખેડૂતો,સંસ્થાઓ કે અન્ય વ્યક્તિઓ કે જેઓ પર્યાવરણ સંરક્ષણ અને અબોલ જીવ સેવાનું કામ કરે છે

તેવા કુલ 75 પ્રકૃતિમિત્રોનું પ્રકૃતિમિત્ર એવોર્ડ થકી ભવ્ય સન્માન કરવામાં આવેલ.જેમાં દરેકને સન્માન પત્ર,ચાંદી નો સિક્કો અને અન્ય ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના તમામ બાળકોને પણ ભેટ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રી ડૉ.નરેન્દ્રસિંહ ચાવડા ,મામલતદાર શ્રીમતી હંસાબેન રાવલ,કે.ટી.પરિવાર ખેડબ્રહ્માના શ્રી રાજાભાઈ ચાવલા ,વાહ સંસ્થાના શ્રી પ્રફુલભાઈ અમીન, બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ શ્રી નાનજીભાઈ ખરસાણ અને મહામંત્રી શ્રી જયેશભાઈ જોષી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી મંગુભાઈ પ્રજાપતિ અને મંત્રી શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો .

અત્રે ઉલ્લેખનીય છે કે રીહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડી શાળા પરિવાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની દાંતા, અમીરગઢ,વડગામ ,પાલનપુર અને ડીસા તાલુકાની તમામ શાળાઓ, કોલેજો તથા સાબરકાંઠા જિલ્લાની પોશીના અને ખેડબ્રહ્મા તાલુકાની તમામ સંસ્થાઓમાં કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્માના સહયોગથી અને વિશેષ શ્રી રાજાભાઈ ચાવલા ના સહયોગ થી વિના મૂલ્યે વૃક્ષો, પાંજરા અને કુંડા તથા બાળકો માટે ટીશર્ટ આપવાનું કામ છેલ્લા બે વર્ષથી થઈ રહ્યું છે.આમા શ્રેષ્ઠ કામ કરનાર વ્યક્તિ,સંસ્થા કે કોઈપણ ગ્રુપને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી દર વર્ષે સન્માનિત કરવામાં આવે છે

.:- અંતરીયાળ વિસ્તારમાં આવી છે શાળા :-

આ કાર્યક્રમમાં બાળકોની અદભુત શિસ્ત ,અને તમામ સ્ટાફ મિત્રોનું મેનેજમેન્ટ અદભુત હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ સમગ્ર શાળા પરિવારનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *