શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે દાંતા રોડ પર આધ્યશક્તિ સરકારી હોસ્પિટલમાં વિવિઘ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને આ હોસ્પીટલ દાંતા તાલુકાનું સૌથી મોટું હોસ્પીટલ છે.
હાલમા 10 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર સુધી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ પખવાડિયા તરીકે ઓળખાય છે ત્યારે લોકોમાં જન જાગૃતિ લાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની થીમ પર creating hope thoughts Action જન જાગૃતિ નક્કી કરવામાં આવે છે.વિશ્વમાં દર વર્ષે ૮ લાખ લોકો આત્મહત્યા થી મૃત્યુ પામે છે
અંબાજી ખાતે આદ્યશક્તિ હોસ્પીટલ ખાતે દર્દી,દર્દીના સગા, હોસ્પિટલ સ્ટાફ , તો ભવાની નર્સિંગ કોલેજ ખાતે અને અંબાજી ગ્રામ પંચાયત હાઈસ્કુલમા લોકોમા જાગૃતિ લાવવા તેમજ આત્મહત્યા રોકવા માટે જરૂરી પગલાં લેવા માટે તેમજ જરૂરી જાગૃતિ આવે તે માટે અંબાજી હોસ્પિટલ ના અધિક્ષક ડો વાય.કે .મકવાણા અને ડો. શ્વેતા મોદી માનસિક રોગના ડોકટર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો,યુવાનો અને બાળકો લાભ લીધો હતો.
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી