Latest

અંબાજી ભાદરવી મહામેળાને અનુલક્ષી ‘‘નો પાર્કીગ ઝોન’’ જાહેર તેમજ શહેર અને રસ્‍તાઓ ઉપર પશુઓ લાવવા, લઇ જવા પ્રતિબંધ મુકાયો

જીએનએ અંબાજી: આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી અંબાજી મુકામે ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે. આ મેળામાં મોટી સંખ્‍યામાં ભાવિક ભકતો-યાત્રાળુઓ અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્‍લામાંથી પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે.

જેથી અંબાજી ટાઉન તેમજ આસપાસના માર્ગો યાત્રાળુઓથી ભરચક રહે છે. જેથી યાત્રિકોને કોઇ અગવડ ન પડે તે માટે શ્રી વરૂણકુમાર બરનવાલ (આઇ.એ.એસ) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) ના ખંડ(સી) અન્‍વયે મળેલ સત્તાની રૂએ સમગ્ર અંબાજી ટાઉન વિસ્‍તાર,

અંબાજી- દાંતા હાઇવે, અંબાજી-આબુરોડ હાઇવે, અંબાજી-હડાદ હાઇવે રોડને નો પાર્કીગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્‍યો છે. આ પ્રતિબંધ તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે. જ્યારે..

અંબાજી મુકામે ભાદરવી પૂનમનો મહામેળો ભરાનાર છે. આ મેળામાં મોટી સંખ્‍યામાં ભાવિક ભકતો-યાત્રાળુઓ અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્‍લામાંથી પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે.

જેથી અંબાજી ટાઉન તેમજ આસપાસના માર્ગો યાત્રાળુઓથી ભરચક રહે છે. જે ધ્‍યાનમાં રાખીને શ્રી વરૂણકુમાર બરનવાલ (આઇ.એ.એસ) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) ના ખંડ(સી) અન્‍વયે મળેલ સત્તાની રૂએ મેળા પ્રસંગે અંબાજી ટાઉન અને તેની આજુ બાજુના માર્ગો ઉપર પશુઓ લાવવા અને લઇ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે.

આ પ્રતિબંધ તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *