જામનગર, સંજીવ રાજપૂત: સમાજમાં વડવાઓ જેઓને પોતાની સંતાનોથી કોઈને કોઈ કારણોસર તરછોડી દેવાય છે ત્યારે જીવનની બીજી ઇનિંગ શરૂ કરતાં આ વડવાઓ વડીલ વૃદ્ધ માટેનું ધરતી પર સ્વર્ગ જે હોય તો તે છે સવા લાખ ચો. ફૂટ વિસ્તારમાં ફેલાયેલ વાત્સલયધામ.
આશરે 40 જેટલા વડીલો હાલ કુદરતી વાતાવરણની અનુભૂતિ કરાવતા વસંતવાટીકા, નંદનવનબાગ, લેકવ્યુહ ગાર્ડન, અશોક વાટીકા જેવા બગીચા અને રિસોર્ટ કરતા અતિ ભવ્ય સવલતો સાથે આજે સ્મિત સાથે વસવાટ કરી રહ્યા છે. આ તમામ સુખ પ્રદાન કરવાનો શ્રેય અને આ વડવાઓને હંમેશા હસતા રમતા જીવન જીવડવાનો મંત્રને અથાગ મેહનત દ્વારા જીવંત રાખવાનો શ્રેય ભાસ્કરભાઈ રાઠોડ, ભાવનાબેન પરમાર અને નિતલભાઈ ધ્રુવને ફાળે જાય છે. વૃદ્ધાશ્રમમાં વડીલો પણ દરેક તહેવારને શ્રદ્ધા અને ઉમંગ સાથે ઉજવી શકે તેમાં કોઈ કચાસ રાખવામાં પાછળ નથી પડતા.
દેશભરમાં ગણેશ ચતુર્થીના પાવન દિવસે બાપ્પા ગણેશ લોકોના ઘેર પધાર્યા અને ગણેશ ઉત્સવની શરૂઆત થઈ ત્યારે વાત્સલ્યધામ ખાતે પણ રથીકા ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ રથીકા ગણેશોત્સવ તા:19/9/2023 થી 28/9/1023 સુધી ચાલશે. આ આયોજનનું આકર્ષણ રથ પર બીરાછેલ ગણેશજી છે, અને તેમના સારથી ભગવાન કૃષ્ણ છે. આ મુર્તી જામનગર ના તમામ પંડાલો થી મોટી મુર્તી છે, 12ફુટ ઉંચી ને 14ફુટ પહોડી છે..
આ મુર્તી મહાભારતા ના પ્રસંગો ની યાદ અપાવે છે. આ 20,000 ચો.ફુટ ના ગણેશ પંડાલની ડિઝાઇન વાત્સલ્યધામ ના મેનેજિંગ ટ્રસ્ટી ભાસ્કરભાઇ રાઠોડે તૈયાર કરેલ છે, તેમની સમગ્ર ટીમ સાથે છેલ્લા પંદર દિવસ થી મુર્તી ને સજાવટની તૈયારી કરી રહ્યા હતા.
રોજ સવારે 8.30 અને સાંજે 8.35 સમયે આરતી નું આયોજન થશે.. દરેક દિવસની આરતી કંઇક વિશેષ હશે, જેમા દશા આરતી, અને મહાઆરતી 108 દિપ (45મીનીટ લાઇવ) ની આકર્ષણ બનશે. વાત્સલ્યધામ ખાતે યોજાયેલ પ્રેસવર્તમાં ભાવનાબેન પરમાર, પ્રમુખ, ભાસ્કર રાઠોડ, મેનેજીંગ ટ્રસ્ટી, અને નીતલભાઇ ધ્રુવ સાથે કમીટી મેમ્બર્સ- પી.આર સોમાણી, ધ્રુપદભાઇ પરમાર અને લલીતભાઇ જોષી હાજર રહ્યા હતા…
પહેલાજ દિવસે, આરતી દર્શન સાથે સાથે અસંખ્ય યુવા વર્ગે રથીકા ગણેશ જોડે સેલ્ફી લીધી, તો દરેક લોકો એ પરીવાર સાથે ફોટો લેવાની લાઇન લગાવી, અને આજના નવયુવાનો એ બાપા જોડે રીલ્સ બનાવી, પહેલી મહા આરતી જામનગરના મીડીયા જગત ના પ્રતીનીધીઓ અને તેમના પરીવાર ના હસ્તે કરવામા આવી હતી. તહેવારોને પોતાના પ્રથમ તબક્કામાં જે રીતે ઉજવવાનો અવસર મળતો હતો જે બીજા તબક્કામાં ઉજવતા આ વડીલોના ચહેરે રેલતું સ્મિત તેની યાદ તાજા કરાવતું જોવા મળતું હતું.