શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી મંદિરમાં નાના મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો 23 થી 29 સપ્ટેમ્બર ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજે અંબાજી ખાતે 108 ગાડીઓ દ્વારા રિહર્સલ યોજાયુ હતું જેમાં 108 ની અલગ અલગ ગાડીઓએ ભાગ લીધો હતો.
અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે થી અંબાજી મેળા માટે મુકવામાં આવેલી 108 ની અલગ અલગ ગાડીઓ દ્વારા રિહર્સલ યોજાયુ હતું આ ગાડીઓ 51 શકિતપીઠ સર્કલ સુધી આવી હતી અને મેળા ના સમયે ઝડપી યાત્રીકોને સારવાર મળી રહે તે માટે તંત્ર તરફથી 11 ગાડીઓ અંબાજી ખાતે મુકવામાં આવી છે.
અંબાજી પ્રહલાદ પૂજારી