અમદાવાદ, સંજીવ રાજપૂત: આપણા બધાના આદરણીય ગુરુ શ્રીમંત શંકરદેવજી ઉત્તર-પૂર્વ ભારતના મહાન સમાજ સંરક્ષક, સંસ્કારક તથા 15મી અને 16મી સદીના સમગ્ર ભારતના ઐકયભાવ અને સમાનતાવાદી સમાજ ઉત્થાનના કલ્યાણકારી સુધારક હતા. તેઓએ જૂની પુરાણી રૂઢિ પરંપરાઓને તોડીને સુધારાવાદી, ઉત્તમ અને ઉમદા સમાનતાવાદી વિચારસરણીનો સમસ્ત દેશભરમાં પ્રચાર પ્રસાર કરેલ હતો.
શ્રીમંત શંકરદેવજી મહારાજની જન્મજ્યંતી આસામના દરેક ગામમાં સમાનતા, સમર્પણ, આનંદ ઉત્સાહ સાથે પ્રેમ પૂર્ણ વાતાવરણમાં ઉજવાય છે.
આ મહાપુરુષનો જન્મ 1449ની સાલમાં આસો મહિનામાં થયો હતો. જેથી ભારતમાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ આ મહાપુરુષનો 575મો જન્મદિવસ મહોત્સવ ઓ.એન.જી.સી. પરિવાર ગુજરાત દ્વારા તારીખ 23 સપ્ટેમ્બર,2023 – શનિવાર અને 24 સપ્ટેમ્બર,2023 – રવિવારના રોજ સવારથી સાંજ સુધી ઓ.એન.જી.સી ઓફિસર્સ ક્લબ, ચાંદખેડા અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રસંગમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 23 સપ્ટેમ્બરેના રોજ સહભાગી થશે.