અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી મહાકુંભ મા છેલ્લા 189 વર્ષથી નિરંતર ચાલતા આવતો લાલ ડંડા સંઘ અંબાજી પહોંચ્યો હતો જ્યાં અંબાજી ટ્રસ્ટ દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંબાજી મંદિર ખાતે હાલમા ભાદરવી મહાકુંભ નો ચોથો દિવસ છે ત્યારે દુર દુર થી માઇ ભક્તો માતાજીનાં દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં એકમાત્ર આ પદયાત્રીઓનો મહામેળો છે જ્યા લાખ્ખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. છેલ્લા 189 વર્ષથી નિરંતર ભાદરવી પુનમમાં ચાલતો આવતો લાલ ઝંડા ના નામથી પ્રખ્યાત 500 લોકોનો સંઘ લાલ ધજા, પહેરવેશ અને દંડા સાથે અંબાજી મંદિર પહોંચ્યો હતો
જ્યાં ખોડીયાર માતાજી ના મંદીરે છપ્પા વિધી યોજાઈ હતી અને ત્યાર બાદ 52 ગજની ધજા માં અંબાના મંદિરે અર્પણ કરાઈ હતી. ભારત દેશ ની આઝાદી પહેલા થી ચાલતો લાલડંડાના આ પગપાળા સંઘ ની શરૂઆત અમદાવાદ થી થાય છે અને અગિયારસના દિવસે અંબાજી પહોચે છે. જયારે આ સંઘ દાંતા પહોંચતા સ્ટેટ વખત ના રાજવી પરિવારના રાજા રિદ્ધિરાજ સિંહજી દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાંઆવ્યું હતું.
અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને જિલ્લા કલેકટર દ્વારા આ સંઘ નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાથે લાવેલ ધજા ને માં અંબાના ચરણોમાં ચઢાવવામાં આવી હતી. ધજા ચઢતા સમયે આવતા વર્ષે ફરી માંના દર્શને આશીર્વાદ લેવા પધારવા માટેની મનોકામના રૂપે આંખોમાં અશ્રુ જોવા મળ્યા હતા.