LatestOther

શ્રી ગંભીરસિંહજી હાઈ સ્કુલ વલભીપુર માં નગર પાલિકા પ્રમુખ શ્રી ના હસ્તે ગણેશ પૂજન કરવામાં આવ્યું.

અત્રેની શ્રી ગંભીરસિંહ જી હાઇસ્કૂલ વલભીપુર માં પ્રથમ પુજનીય વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા હેતુથી શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજના દિવસે શાળા દ્વારા નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખશ્રી વલ્લભભાઈ કાંબડ અને કારોબારી સમિતિ ના ચેરમેન શ્રી મહેશભાઈ વાનાણી ના હસ્તે ગણેશ પૂજન કરવામાં આવ્યું હતું.

આ સાથે જ નવનિયુક્ત બન્ને મહાનુભાવો નો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સત્કાર કરવામાં આવ્યો હતો અને શાળા પરીવાર દ્વારા આચાર્યશ્રી ડૉ. હિતેન્દ્રસિંહ ગોહિલ ના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળા ના આચાર્યશ્રી મહેમાનો ને આવકારતા જણાવ્યું કે નવનિયુક્ત નગરપાલિકા પ્રમુખશ્રી અને તેમની ટીમ ને વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને વલ્લભીપુર ની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે એવી શુભકામના પાઠવી હતી.

આ તકે પ્રમુખશ્રી વલ્લભભાઈ કાબડ અને મહેશભાઈ વાનાણી એ શાળા પરીવાર ને જ્યાં જરૂર હોય ત્યાં હંમેશા સાથે છીએ એવી બાહેધરી આપી હતી. તમામ વિદ્યાર્થીઓ ની કામગીરી ને બિરદાવી હતી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.

આ તકે સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના વ્યાયામશિક્ષક હિતેન્દ્રસિંહ એમ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 645

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *