અત્રેની શ્રી ગંભીરસિંહ જી હાઇસ્કૂલ વલભીપુર માં પ્રથમ પુજનીય વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા હેતુથી શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજના અંતિમ દિવસે વિદ્યાર્થીઓ નું આમંત્રણ સ્વીકારી તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી હાજર રહ્યા હતા.
આ તકે શાળા પરિવાર દ્વારા નવનિયુક્ત વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલસિંહ ગોહિલ અને વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ (પ્રમુખરાજ) ના હસ્તે ગણેશ પૂજન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મેહુલ સિંહ ગોહિલ નો સન્માન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી સત્કાર કરવામાં આવ્યો હતો અને શાળા પરીવાર દ્વારા આચાર્યશ્રી ડૉ. હિતેન્દ્રસિંહ ગોહિલ અને તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલ ના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળા ના આચાર્યશ્રી મહેમાનો ને આવકારતા જણાવ્યું કે વિઘ્નહર્તા ગણેશજીના આપણા સૌ પર આશીર્વાદ પ્રાપ્ત થાય અને વલ્લભીપુર ની વિકાસયાત્રા અવિરત ચાલુ રહે એવી શુભકામના પાઠવી હતી.
આ તકે બંન્ને પ્રમુખશ્રી એ વિદ્યાર્થી ઓ ને ઉજ્જવળ ભવિષ્ય બનાવી શાળા અને દેશ નું નામ રોશન કરવા ની શીખ આપી હતી શાળા પરીવાર તથા તમામ વિદ્યાર્થીઓ ની કામગીરી ને બિરદાવી હતી.
આ તકે સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના વ્યાયામશિક્ષક હિતેન્દ્રસિંહ એમ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર