અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે અને દેશ દેશથી ભક્તો માં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે માતાજીના મંદિર અને લોકોની સુરક્ષા કાજે કોઈ વિઘ્ન કે હાની ન સર્જાય તે માટે રાઉન્ડ ધી કલોક અરવલ્લી પોલીસ વિભાગનો ડોગ ડેની સજ્જ અને સતર્ક જોવા મળે છે.
ડેની ને ભાદરવી પૂનમના મેળામાં ભક્તોની સુરક્ષા માટે ખાસ મુકવામાં આવ્યો છે અને તે નિયમત રીતે સતત અંબાજી મંદિર થી લઈ તમામ સ્ટોલ અને પદયાત્રીઓ માટેના સ્થાન પર ફરીને તટસ્થ નિગરાની રાખતો જોવા મળે છે. આ સિવાય બીડીએસ ટીમના સદસ્યો સતત પેટ્રોલિંગ દ્વારા ખૂણે ખૂણે બાજ નજર રાખી સલામતીનું અમોઘ સુરક્ષા કવચ મંદિર અને ભક્તોને પૂરું પાડી રહ્યા છે.
ડેનીના ડોગ હેન્ડલર જયેશભાઇ પટેલના માર્ગદર્શન અને ટ્રેનિંગ હેઠળ તે સતત ભક્તોને સુરક્ષાની સાથે સાથે સેવા સાથે પોતાની આગવી ફરજ બજાવી રહ્યું છે.















